India

1948 માં ઉડી હતી ભારતની પેહલી ફ્લાઇટ, મુંબઈથી લંડન સુધી જવાની સાવ સામાન્ય ટિકિટ, એટલી સસ્તી કે નાના છોકરાની જેબખર્ચી…

Spread the love

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર એર ઇન્ડિયાના યુનિફોર્મની ચર્ચાઓ થઇ રહી છે, કારણ કે દાયકા પછી એર ઇન્ડિયાએ પોતાના મેમ્બરના યુનિફોર્મ બદલ્યા છે પરંતુ આજે અમે આપને એર ઇન્ડિયાના ઇતિહાસ વિષે જણાવીશું. તમને જાણીને આશ્ચય થશે કે, જે.આર.ડી. ટાટા ભારતના પ્રથમ પાયલોટ હતા અને તેમણે 15 ઓક્ટોબર 1932ના રોજ આ પ્રથમ ઉડાન ભરી હતી. તેમણે ટાટા એરલાઈન્સ શરૂ કરી જે પછીથી એર ઈન્ડિયા બની.

ભારત દેશ માટે ૮મી જૂન ૧૯૪૮. આ દિવસે ભારતના ઈતિહાસમાં એક નવો ઇતિહાસ લખાયો હતો. . આકાશને પાર ઊડવાનાં સપનાં સાકાર થયાં હતાં. કારણ કે, એર ઈન્ડિયાએ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરી હતી અને ભારતે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય એરલાઈન મેળવી હતી.

આ ઐતિહાસિક ઘટનાએ એક નવા યુગનો પડછાયો પાડ્યો હતો.એર ઈન્ડિયાએ આ વિમાનનું નામ મલબાર પ્રિન્સેસ રાખ્યું છે. આ ફ્લાઈટ મુંબઈથી મધરાત 12 પછી રવાના થઈ હતી અને આ દરમિયાન ટિકિટ માત્ર રૂ.1720 હતી. આઝાદી પછીના ભારતના વિકાસમાં એર ઈન્ડિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિશ્વભરના લોકોને ભારત સાથે જોડવાનું સેતુ બન્યું હતું.

આજના એર ઈન્ડિયા એક વૈશ્વિક એરલાઈન તરીકે વિખ્યાત છે.ભારતના આકાશમાં એર ઈન્ડિયા સતત નવી ઊંચાઈઓ સર કરતું રહેશે એવી આશા રાખીએ. 1953માં, ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો, અને ટાટા સન્સ પાસેથી એરલાઇનની માલિકી ખરીદી. જોકે, જેઆરડી ટાટા 1977 સુધી ચેરમેન તરીકે રહ્યા હતા. કંપનીનું નામ બદલીને એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *