ભારતના આ કરોડ પતિઓ વિદેશ માં ધરાવે છે ઘણા જ મોંઘા બંગલા અને વીલા કિંમત જાણીને તમને પણ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં પૈસા ઘણા મહત્વ ધરાવે છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ થી લઈને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે પૈસા જરૂરી છે. તેવામાં જે વ્યક્તિ પાસે પૈસા હોઈ છે તેઓ પોતે જે ધારે તે ખરીદી શકે છે. આવી પૈસાદાર વ્યક્તિઓ ગમ્મે તેવી મોંઘીડાટ વસ્તુઓ પણ સરળતાથી ખરીદી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે પૈસા હોઈ તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ હલ થઇ જાય છે.
તેવામાં આપણે અહીં દેશના અમુક એવા કરોડ પતિઓ વિશે વાત કરવાની છે. કે જેમની પાસે વિદેશોમાં ઘણા જ મોંઘા ઘર ઉપરાંત પોતાના વીલા પણ છે. આ ઘરોની કિંમત એટલી વધુ છે કે જેના વિશે આપણે વિચારી પણ ના શકીએ સાથો સાથ આ મકાનો ઘણીજ મોટી જગ્યા માં ફેલાયેલા છે, અને તેઓ ઘણો સુંદર નજારો પણ ધરાવે છે. તો ચાલો આપણે આવા મકાનો અંગે અને તેમના મલિક અને મકાનોની કિંમત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.
આ યાદીમાં સૌથી પહેલું નામ દેશ અને એશિયાના સૌથી સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી ની રિલાયન્સ કંપની અનેક પ્રકારના ધંધા સાથે જોડાયેલ છે. તેમનો ધંધો ઘણો વિકાસ પામેલો છે. મુકેશ અંબાણી પોતાની અમીરી અને પોતાના મોંઘા શોખના કારણે સતત ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે તેમણે થોડા સમય પહેલા જ લંડન માં એક બંગલો ખરીદ્યો છે. આ બંગલાનું નામ સ્ટોક પાક મેશન છે. જો વાત આ બંગલા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેની કિંમત આશરે 592 કરોડ છે. અહીં 49 બેડરૂમ અને ઘણું મોટું મેદાન પણ છે. મુકેશ અંબાણીએ આ મકાન રિલાયન્સ કંપની ની ઓફિસ તરીકે લીધું છે.
આ યાદીમાં આગળનું નામ પ્રિયંકા ચોપડાનું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રિયંકા બૉલીવુડ ની ઘણી સફળ અભિનેત્રી છે. તેમણે હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ કામ કરેલ છે. તેમની લોક ચાહના આખા વિશ્વમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રિયંકાએ નિક જોન્સ નામના અમેરિકી પૉપ સિંગર સાથે લગ્ન કર્યા છે. તેમની પાસે અમેરિકામાં એક ઘર તો છેજ પરંતુ થોડા સમય પહેલા જ તેમણે લંડનમાં ઘણું જ આલીશાન ઘર લીધું હતું જેના ફોટા તેમણે સોશ્યલ મીડિયા પર પણ મૂકિયાં હતા.
આ યાદીમાં વધુ એક ઉદ્યોગપતિ નું નામ સામેલ છે. જેમનું નામ લક્ષ્મી મિત્તલ છે. મિત્રો આપણે સૌ લક્ષ્મી મિત્તલ ના નામથી પરિચિત છીએ. તેઓ દેશના ઘણા જ સફળ ઉદ્યોગપતિ છે. જણાવી દઈએ કે તેઓ પણ લંડન માં એક ઘણોજ મોંઘો બંગલો ધરાવે છે. જો વાત આ બંગલા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે આ બંગલો વર્ષ 1996 માં ખરીદ્યો હતો. તે સમયે આ બંગલા ની કિંમત આશરે 11 મિલિયન ડોલર હતી. જો વાત આ બંગલા અંગે કરીએ તો જણાવી દઈએ કે આ બંગલા નું નામ સમર પેલેસ છે. જેમાં 15 બેડરૂમ ઉપરાંત 12 બાથરૂમ અને 6 રિસેપ્શન રૂમ પણ છે. આ ઉપરાંત તેમાં એક સ્વિમિંગ પુલ પણ છે સાથો સાથ તેમણે કોન્સ્ટિન્ગટન પેલેશ ગાર્ડન પણ ખરીદ્યો છે.
આ યાદીમાં આગળ અદાર પુનાવાલા નો પણ સમાવેશ થાય છે. અમુક રિપોર્ટ પ્રમાણે તેઓ વર્ષ 2021 માં લંડન ચાલીયા ગયા છે. તેમનું ઘર મેફેયર માં આવેલું છે. આ ઘર તે વિસ્તાર ના મોટા ઘર પૈકી એક છે. જણાવી દઈએ કે અદાર પુનાવાલા નું ઘર ઘણું જ વિશાલ અને આલીશાન છે. તેમનું આ ઘર 25 હજાર વર્ગ ફિટ માં ફેલાયેલું છે.
જો વાત હિન્દુજા પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે હિન્દુજા પરિવાર પણ લંડન માં આલીશાન ઘર ઘરાવે છે. જો વાત તેમના આ ઘર અંગે કરીએ તો તેમના ઘર નું નામ કલરટન હાઉસ છે. આ ઘર બાકીધમ પેલેશ પાસે આવેલ છે. આ મકાનમાં 30 બેડરૂમ છે સાથો સાથ ગેટ પાસે રાણી વિક્ટોરિયા ની સુંદર પ્રતિમા પણ છે. જો વાત આ ઘર ની કિંમત અંગે કરીએ તો તેની કિંમત 500 મિલિયન ડોલર છે.