60-70 ફૂટ ઊંડા બોરવેલ માં ફસાય માસુમ બાળકી. ગભરામણ ની ફરિયાદ કરતી હતી અંતે થયું એવું કે…જુઓ વિડીયો.
સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રા માંથી એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 11 થી 12 વર્ષ ની બાળકી 700-800 ફૂટ બોરવેલ માં 60-70 ફૂટ ઊંડે સુધી ફસાય ગઈ હતી. માતા-પિતા આ વાત થી ખુબ જ ગભરાયેલા હતા. ત્રણ કલાક ની મહેનત બાદ બાળકી નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગાજણવાવમાં આવેલ બોર માં 12-વર્ષ ની આદિવાસી બાળકી મનીષા પડી ગઈ હતી.
ઘટના ની જાણ થતા જ આરોગ્ય વિભાગ ની ટિમ ત્યાં આવી પહોંચી હતી. મનીષા ને બહાર થી ઓક્સિજન આપવામાં આવતો હતો. મનીષા ને આરોગ્ય ની નર્સ દ્વારા પૂછવામાં આવ્યું કે તને શું થાય છે ત્યારે મનીષા એ દબાયેલા અવાજ માં કહ્યું કે, તેને માથું દુખે છે, તેને ગભરામણ થાય છે. તેને જલ્દી બહાર કાઢો એમ કહેતી હતી. નર્સે કહ્યું તને શ્વાસ લેવાય છે તો મનીષા દબાયેલા અવાજે બોલી શ્વાસ લેવાય છે પરંતુ તેને જલ્દી થી બહાર આવવું છે…જુઓ વિડીયો.
ધ્રાગંધ્રા ના પ્રાંત અધિકારી ને જાણ થતા તેણે આ ઘટના ની જાણ પોલીસ તંત્ર અને સેના ને કરી હતી. ત્યારબાદ પોલીસ અને ભારતીય સેના ના લોકો રેસ્ક્યુ માટે આવી પહોંચ્યા હતા. પોલીસ અને સેના ના જવાન ના સયુંકત ઓપરેશન થી બાળકી ને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ બાળકી ને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી.
રેસ્ક્યૂ ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે જલ્પાબેન અમરેલિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જલ્પાબેને તુરંત જ માઈકની મદદથી બાળકી સાથે વાતચીત શરૂ કરી હતી. જલ્પાબેને કહ્યું હતું કે, બાળકી શરૂઆતથી જ બંગડી પહેરવાની માગ કરતી હતી. ધ્રાંગધ્રા પોલીસ અને આર્મીના જવાનો અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બોરમાં ઓક્સિજનની સુવિધા સાથે એને બચાવવા દિલધડક રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી બાળકીને બચાવી લેવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!