GujaratIndiaNational

એક સમયે કપડાં કે ચોપડાના પણ પૈસા ન હતા! પરંતુ કરી એવી મહેનત કે 12 સરકારી નોકરી મેળવી અને હાલમાં છે IPS ઓફિસર જાણો તેમનો સફર..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ કુદરત ની અનમોલ રચના છે કુદરત દ્વારા માનવી ને ઘણી આવડત અને અન્ય બૌદ્ધિક તાકાતો આપવામાં આવી છે જેના કારણે વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે અને પોતાની આવડત નો યોગ્ય ઉપયોગ કરીને તે સફળતા ના શિખરો પણ સર કરી સકે છે. કહેવાય છે કે મનુસ્ય માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી બસ તે કાર્યને લઇને વ્યક્તિમાં ઈચ્છા શક્તિ અને મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ.

વ્યક્તિ પોતાની આવડત અને મહેનત ના કારણે અસંભવ લગતા કર્યો ને પણ ઘણા આસાનીથી કરી શકે છે. કહેવાય છે કે જયારે કોઈ વસ્તુ ને સાચા દિલીથી માંગીએ ત્યારે આખી કુદરત તે વસ્તુ ને આપણા સુધી પહોંચાડે માટે લાગી જાય છે. તેવામાં આપણે અહીં એક એવાજ ઓફિસર વિશે વાત કરવાની છે કે જેમણે જીવનમાં અનેક સંઘર્ષ કરીને પણ હાલમાં જીવનના એ તબક્કા ઉપર છે કે જ્યાં પહોંચવા માટે દરેક લોકો વિચારતા હોઈ છે. પરંતુ તેમણે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.

આપણે અહીં IPS ઓફિસર પ્રેમસુખ ડેલું વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત પ્રેમસુખ ડેલું ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ રાજસ્થાન ના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના રસીસર ગામમાં 3 એપ્રિલ 1988 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામધન ડેલું છે. જણાવી દઈએ કે પ્રેમસુખ ડેલું બાળપણ માં ઘણા ગરીબ હતા તેમની પાસે આઠમા ધોરણ સુધી પેન્ટ લેવાના પૈસા પણ ન હતા માટે તેઓ ચડી પહેરીને અભ્યાસ કરતા તેમણે પોતાનો અભ્યાસ સરકારી શાળામાં જ કર્યો છે. તેમણે અંગ્રેજી ભાસનું સૌ પ્રથમ જ્ઞાન 6 ધોરણ માં મળ્યું હતું.

જો વાત પ્રેમસુખ ડેલું ના અભ્યાસ અંગે કરીએ તો તેમણે જણાવ્યું કે તેમના માતા પિતા ભણેલા ન હોવા છતાં તેમને ભણાવવામાં કોઈ કમી રાખી નથી. તેમણે ધારણ 12 સુધીનો અભ્યાસ બાયોલોજીમાં કર્યો હતો જે બાદ તેઓ આજ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હતા અને તેમણે ઉચ્ચ અભ્યાસ માટે પરીક્ષા પણ જોકે આ પરીક્ષામાં સફળ ન થતા તેમણે મહારાજા ગંગારામ યુનિવર્સીટી માંથી ઇતિહાસ સાથે બી.એ કર્યું અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યું.

જો વાત તેમની સરકારી નોકરીના સફર અંગે કરીએ તો જણાવી દઈએ કે પ્રેમસુખ ડેલુંએ પ્રથમ વખત વર્ષ 2010 માં બિકાનેર જિલ્લાના તલાટી તરીકે નોકરી મળેવી જો કે તેમને વધુ સારી નોકરી મેળવવી હતી માટે તેઓ તલાટી થઇ ગયા પછી પણ અભ્યાસ કરતા રહ્યા અને અન્ય પરીક્ષાઓ આપતા રહ્યા જે બાદ તેમણે ગ્રામસેવક ની પરીક્ષા પણ પાસ કરી જેમાં તેઓ આખા રાજ્યમાં બીજા ક્રમે આવ્યા હતા.

જો કે તેમણે આ નોકરી સ્વીકારી નહિ પછી તેમણે આસિસ્ટન્ટ જેલરની પરીક્ષા આપીને આખા રાજ્યમાં પહેલા આવ્યા પરંતુ આ નોકરી પણ ન સ્વીકારી કારણકે તે સમયે તેમનું ચયન સબ ઇન્સ્પેક્ટર તરીકે થયું હતું જો કે નવાઈ ની વાત એ છે કે આ નોકરી પણ પ્રેમસુખ ડેલુંએ સ્વીકારી નહિ. આ સમયે વર્ષ 2011 માં તેમણે બી.એડ પાસ કર્યું અને પ્રાઈમરી અને સેકેન્ડરી સ્કૂલમાં ટીચર તરીકે પોસ્ટ મેળવી તે સમયે કોલેજ વ્યાખ્યાતા અને મામલતદાર તરીકે પરીક્ષા પણ પાસ કરી.

આમ છ વર્ષ માં તેમણે બાર સરકારી પરીક્ષા પાસ કરી અને આખરે વર્ષ 2015 માં સિવિલ સર્વિસ પરીક્ષા આપીને 170 મોં રેન્ક મેળવ્યો અને IPS ઓફિસર બન્યા આમ અનેક સમસ્યા અને આર્થિક પરિસ્થિતિ ને માત આપીને પણ પ્રેમસુખ ડેલું એ પોતાના લક્ષને પ્રપ્ત કર્યો જે આજના યુવાનો માટે પ્રેરણા સમાન છે કે ગમ્મે તેવી આકરી કે કઠિન પરિસ્થિતિ માં પણ પોતાના લક્ષ પર ધ્યાન કેન્દ્રિત રાખવું.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *