India

ગાય ભેશ ચરાવતી હતી આ છોકરી! કરી એવી મહેનત કે IPS ઓફીસર બની ગઈ

Spread the love

મહેનત, જીવન માં કઈ પણ મેળવ્વુ અઘરું નથી. બસ ઇચ્છા શક્તિ હોવી જોઈએ. માણસ ધારે તે કરી શકે છે. બસ તેમાટે તેને ખાલી મહેનત જ કરવાની છે. મહેનતથિ ગમ્મે તેવા લક્ષ ને આસાનીથી મેળવી શકાય છે. આ વાત અમે એમજ નથી કેહતા અહીં આપડે એક એવીજ બાબત જોશું જેથી તમે પણ કહેશો કે સાચેજ મહેનતથી કઈ પણ શક્ય છે. 

કહેવાય છે કે તમે ગરીબ જન્મ લિધો તેમ તમારો વાંક નથી પરંતુ તમે ગરીબ મૃત્યુ પામો તો તેમાં તમારો  ચોક્કસ વાક છે. આપણે એક એવી ઘટના વિશે જ વાત કરવા જઈએ છીએ. કે જ્યાં ગાયો ચારી ને એક ગરીબ ઘરની છોકરી કેવી રીતે આઇપીએસ ઓફિસર બની તો ચાલો સમગ્ર ઘટના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

આ વાત છે કેરલના ઇરોડા જિલ્લાના એક નાનકડા ગામની કે જ્યાં ની વનમતિ કે જે ખૂબ જ સાધારણ પરિસ્થિતિ વાળી હતી તે આઇપીએસ ઓફિસર બની. જો વાત કરીએ વનમતિ ના પિતાનિ તો તેઓ ખેતી કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા પરંતુ તેમાંથી  કઈ જાજિ આવક મળતી ન હતી તેથી તેઓ ટેકસી ચલાવવા માટે શહેરા ચાલીયા ગયા. 

બીજી બાજુ વનમતિ અને તેમના કુટુમ્બે તેમના ભરણપોષણ માટે અમુક પાલતું જાનવરો રાખ્યા આ પાલતુ જાનવર ચરાવવાની જવાબદારી વનમતિ નાં માથે હતી. તેઓ જ્યારે પણ શાળાએથી છૂટતા ત્યારે આ પ્રાણીઓને ચરાવવા માટે લઈ જતા અને બાકીના સમયમાં તેઓ પોતાનું ભણવાનું કામ કરતા હતા. તેમણે તેમની શરૂઆતની શિક્ષણ સરકારી શાળા માંથી પ્રાપ્ત કરેલ જ્યારે કોલેજ પણ તેમના જ જિલ્લામાંથી કરી. 

ત્યારબાદ તેમને એક પ્રાઇવેટ બેંકમાં નોકરી મળી ત્યારે તેમનો પગાર સારો એવો હતો તેથી ઘરના તમામ ખર્ચાઓ આરામથી નીકળી જતા હતા પરંતુ વનમતિ નું સપનું કંઈક અલગ જ હતું તેમને દેશની સૌથી અઘરી પરીક્ષા આપીને એટલે કે સિવિલ સર્વિસ ની પરીક્ષા આપીને ઓફિસર બનવું હતું જે માટે તેમણે પોતાના પ્રયત્નો શરુ કરી દીધા તેઓ નોકરીની સાથોસાથ આ પરીક્ષાની તૈયારી પણ કરવા લાગીયા.  પ્રથમ બે વખત તેમને સફળતા પ્રાપ્ત ન થઈ. પરંતુ ત્રીજી વખત તેઓએ 2015 માં સમગ્ર દેશમાં 157મો રેન્ક પ્રાપ્ત કરી અને આઇપીએસ ઓફિસર બનિયા. 

એક સાધારણ પરિસ્થિતીવાળિ છોકરી કે જે ઢોર ઢાંખરને ચારવતી તે દેશમાં સૌથી અઘરિ પરીક્ષા આપીને આઇપીએસ ઓફિસર બનિ. તેથી જ કહેવાય છે કે સપનાં ઊંચાં જોવો તો તે એક દિવસ જરૂર પુરા થશે, અને તેઓ પણ કહે છે કે સપના જોવા વાળા ના સપના પૂરા થાય જ છે જોકે તે માટેના પ્રયત્નો આપણે જાતે કરવા  પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *