Gujarat

સુરત મા 500 રુપીઆ લઈને આવેલા જયેશભાઈએ આવી રીતે કરોડો નુ સામ્રાજ્ય ઉભુ કર્યુ ! કુલ 30 થીયેટરો ના માલીક અને….

Spread the love

નસીબની રેખાઓ આપણા હાથમાં જન્મથી નથી હોતી પરંતુ સમય સાથે આપણે આપણું ભાગ્ય જાતે લખવાનું હોય છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની સંઘર્ષથી સફળતાની કહાની જણાવીશું જે તમને જીવનમાં એક સારો ઉપદેશ તો આપશે પરંતુ સાથોસાથ આત્મવિશ્વાસની એક જ્યોત પ્રગટ કરશે. દ્રઢમનો બળ સાથે તમે જીવમના કંઈ પણ કરી શકો.

રાજહંસ ગ્રુપની આજે બોલબાલા છે, ગુજરાતભરમાં તેમના કુલ 30 થિયેટર છે, તમને જણાવી દઈએ કે આ કંપનીના માલિક એટલે ભાવનગરના જયેશ દેસાઈ. જેમણે માત્ર 500 રૂપિયા લઈને કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું. ચાલો અમે આપને જણાવીએ કે કઈ રીતે 500 રૂપિયામાંથી 3000 કરોડો રૂપિયાની કંપનીનું નિર્માણ કર્યું. કહેવાય છે ને કે, જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે આકરી મહેનત કરવી પડે છે, જયેશ દેસાઈ એ પણ પોતાના જીવમમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આજે એ મુકામ પર પહોંચ્યા છે કે, જ્યાં સુધી પહોંચવું એ સામાન્ય વ્યક્તિ માટે સરળ નથી.

તમારો જન્મ ભલે ગરીબ પરિવારમાં થાય એ તમારું ભાગ્ય નથી પરંતુ તમે એ પરિસ્થિતિને બદલી શકો એ તમારું સદભાગ્ય જરૂર બની શકે. જયેશ દેસાઈનો જન્મ ભાવનગરના ગામમાં એક સામાન્ય પરિવારમાં થયેલો અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી છતાં પણ તેમણે જીવનની પરિસ્થિતિનો સ્વીકાર કરીને આત્મવિશ્વાસ સાથે જીવનમાં એવા સાહસ કર્યા કે જે તેમના માટે અતુલ્ય તક લઈને આવી.

ધંધાદારી તો જયેશ દેસાઈના લોહીમાં જ હતી કારણ કે તેમના પિતાને કરિયાણાની દુકાન હતી. જયેશના પરિવારમાં માતા-પિતા સિવાય 5 બાળકો હતા. આ કારણે જયેશ દેસાઈ એ શરૂઆતમાં જ પરિવારને ટેકો આપવા માટે ઓઇલ મિલમાંથી લોન પર તેલ લીધું અને તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે જયેશના પિતાને આ કામની જાણ થઈ તો તેમણે જાતે જ તેને તેલ મોકલવાનું શરૂ કર્યું.

આ કામ સારી રીતે ચાલવા લાગ્યું અને પહેલા જ મહિનામાં જયેશને ₹10000 નો નફો થયો. થોડા દિવસો પછી જયેશે રાજહંસ ગ્રુપની સ્થાપના કરી. પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધરતી ન હોવાનું જોઈને જયેશે ફરી એકવાર બહાર જઈને ક્યાંક કામ કરવાનો પ્રયાસ કર્યો. માત્ર રૂ 500 લઈને સુરત તરફ પ્રયાણ કર્યું. તેણે તેના મિત્ર દ્વારા ભલામણ કરેલ હીરાના વેપારી પાસે થોડા દિવસ કામ કર્યું.

પછી તેને તેલ વેચવાનો વિચાર આવ્યો. એક મિત્રની મદદથી જયેશે ભાડે દુકાન લીધી અને તેલનો ધંધો શરૂ કર્યો. ત્યારે તેના વિસ્તારના અન્ય લોકોની જેમ જયેશ પણ કમાવા માટે મુંબઈ જવા માંગતો હતો. જયેશને મુંબઈના નાગદેવમાં નારાયણ ધ્રુવ સ્ટ્રીટમાં મહિને ₹300માં નોકરી મળી. અન્ય છ લોકો સાથે ભાડાના મકાનમાં રહેતા જયેશે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 1989માં જયેશ તેના પિતાની દુકાનમાં કામ કરવા પરત ફર્યો હતો. જયેશના આ વ્યવસાયે સારો દેખાવ કર્યો અને પ્રથમ વર્ષમાં દેશને ₹5,00,000 નો નફો થયો. આ પછી, તેણે નાના સેટમાં 2 ટેન્ક સાથે તેની બ્રાન્ડ રાજહંસ ઓઈલનો પાયો નાખ્યો. જયેશ કહે છે કે શરૂઆતમાં તે ફિલ્ટર કરેલ મગફળી અને કપાસના તેલનો ઉપયોગ કરતો હતો. પછી ધીમે ધીમે તેઓએ તેમનો કાર્યક્ષેત્ર ઘણા વિસ્તારોમાં વિસ્તાર્યો. જયેશ દેસાઈનું રાજહંસ ગ્રુપ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે. એક ઓઇલ કંપનીમાંથી આજે રાજહંસ ગ્રુપ કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.

રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રૂપ એક સફળ સફરનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે જેણે બિઝનેસ જગતમાં પોતાની ઓળખ બનાવી છે. 1996માં ખાદ્યતેલની નાની ફેક્ટરીથી શરૂ થયેલું, આજે રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રૂપ એ રિયલ્ટી, કન્ફેક્શનરી, એન્ટરટેઈનમેન્ટ, ઈ-કોમર્સ, ટેક્સટાઈલ અને હોસ્પિટાલિટીમાં કાર્યરત સૌથી ઝડપથી વિકસતા બિઝનેસ હાઉસમાંનું એક છે.

આજે રાજહંસ સિનેમા પાસે કુલ 30 મલ્ટિપ્લેક્સમાં 120 સ્ક્રીન છે જે હાઇટેક 3D, ડોલ્બી એટમોસ સરાઉન્ડ સાઉન્ડ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી મોટી સ્ક્રીન સાથે સૌથી અદ્યતન 2K પ્રોજેક્શનથી સજ્જ છે.વિવિધ વર્ટિકલ્સમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કામ કરતા 5500 થી વધુ કર્મચારીઓની તાકાત સાથે, રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપ ભારતમાં અગ્રણી સમૂહમાંનું એક મોખરે નામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *