Gujarat

રાજકોટ- ડાયરાની મોજ ડાયરા દરમિયાન પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એ આપી હાજરી અને કર્યો રૂપિયા નો વરસાદ.

Spread the love

ગુજરાત માં અવારનવાર લોક્ડાયરાઓ થતા હોય છે અને તેમાં લાખો ની સંખ્યામાં જનમેદના ઉમટી પડતી હોય છે. ગુજરાત માં થતા લોકડાયરાની મોજ જ અલગ જોવા મળે છે. અને એમાં પણ કલાકારો પર રૂપિયાઓ નો વરસાદ થતો જોવા મળે છે ક્યારેક તો ટીપ ભરી ભરી ને રૂપિયા નો વરસાદ કરવામાં આવતા હોય છે. ઘણા કલાકારો એવા છે કે તેને સાંભળવા વિદેશ થી પણ તેના ચાહકો આવતા હોય છે. અને એમાં પણ સૌરાષ્ટ્ર માં અવારનવાર લોક્ડાયરાઓ થતા હોય છે એવા જ એક ડાયરો જેમાં પૂર્વ મંત્રી એવા જયેશભાઇ રાદડિયા એ હાજરી આપીને ડાયરાની મોજ માં વધારો કર્યો હતો.

હાલમાં જ રાજકોટ ના જામકંડોરણા તાલુકા ના સાજડિયાળી ગામમાં લેઉઆ પટેલ સમાજ ભવન ની નામકરણ વિધિનો પ્રોગ્રામ હતો અને સાથે વિકાસ કામો અને ગૌશાળા ના લાભાર્થે ત્યાં લોકડાયરો યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એ તેમાં હાજરી આપી હતી. તે દરમિયાન તેણે પણ ડાયરા દરમિયાન રૂપિયા નો વરસાદ કલાકાર પર કર્યો હતો. તેના ચાહકોએ જયેશ ભાઈ પર રૂપિયા નો વરસાદ કર્યો હતો.

સૌરાષ્ટ્ર મા ડાયરાની ખાસ એક પરમ્પરા છે જેને ઘોળ ઉડાવવાની પરમ્પરા કહેવામાં આવે છે એટલે કે ડાયરો હોય તેમાં કોઈ કલાકાર જયારે ભજન કે કોઈ એવા પ્રસંગ હોય તે દરમીયાન તેના ચાહકો દ્વારા તે કલાકાર પર રૂપિયા નો વરસાદ કરવાની પરમ્પરા છે. આવી જ એક ઘટના થોડા સમય પહેલા ની ડાયરાની નજરે આવી છે.

ગયા અઠવાડિયે રાજકોટ ના જેતપુર તાલુકાના જેપુર ગામે લેઉઆ પટેલ સમાજ ના ભવનના ઉદ્ઘાટન પ્રસંગેપણ ડાયરાનું આયોજન હતું તે દરમિયાન પણ ત્યાં પણ જયેશભાઈ એ હાજરી આપી હતી અને ત્યાં પણ લાખો રૂપિયાએ નો વરસાદ થયો હતો. આમ સૌરાષ્ટ્ર માં થતા લોકડાયરાની મોજ જ અલગ જોવા મળે છે અને સૌ કોઈ આ ડાયરા નો આનંદ લેવા આવે છે અને કલાકારો પોતાના ડાયરાથી બધા ને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *