શું તમે જીગર ઠાકોર વિશે આ વાત જાણો છો? આજે છે ઘણા સફળ પરંતુ એક સમયે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે લોકો ગુજરાતી સંગીતના તાલે ઝુમી ઉઠે છે. ગુજરાતી સંગીતના ચાહકો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જો કે ગુજરાતી સંગીત ને સફળતા ની શિખરો સુધી પહોચાડવા માટે ગુજરાતી કલાકારો નો ઘણો મોટો હાથ છે.
આપણે અહીં એક એવાજ ગુજરાતી કલાકાર વિશે વાત કરવાની છે કે જેમણે ઘણી જ નાની ઉંમર માં ઘણી મોટી સફળતા મેળવી છે. આજે તેઓ એક આલિશન જીવન જીવે છે પરંતુ તેમના શરૂઆત ના જીવન વિશે જાણાશો તો તમને પણ ખ્યાલ આવશે કે તેમણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.
આપણે અહીં જીગર ઠાકોર વિશે વાત કરવાની છે. કે જેમણે ઘણી જ નાની ઉંમરમાં સફળતા ના એ મુકામસર કર્યા છે જેના વિશે ઘણા કલાકારો ફક્ત વિચારતા જ રહી જાય છે. તેમના અવાજ નો જાદુ દરેક જગ્યા એ અને દરેક લોકો પર જોવા મળે છે. તેમણે એક પછી એક અનેક સુપરહિટ આલ્બોમ આપ્યા છે તેમાં પણ જીગર ઠાકોર અને દેવ પગલી દ્વારા ગાવામાં આવેલા ગિતે તેમને નવી સફળતા આપવી છે.
આજે જીગર ઠાકોર એક આલિશાન જીવન જીવે છે અને નાની ઉંમર માં જ ઘણી મોટી લોક ચાહના પણ ધરાવે છે. તેમણે પોતાના માતા પિતાના સપનાઓ પૂરા કર્યા છે. પરંતુ જીવનના આ તબક્કા સુધી પહોંચવા માટે જીગર ઠાકોરે ઘણી મહેનત કરી છે તેઓ એક ઘણા જ ગરીબ પરિવારથી આવે છે તેમના પિતા કડિયા કામ કરતા હતા. પરંતુ ગરીબી ને માત આપીને જીગર ઠાકોર આજે જે મુકામ પર છે તે લોકો માટે પ્રેરણા સમાન છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.