Categories
Gujarat

ગુજરાતના લોકલાડીલા ગાયક જીગ્નેશ કવિરાજના ઘરે આવી ખુશીઓ! ખરીદી આ મોંઘી અને વૈભવી ગાડી..જુઓ ફોટા

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છે કે આપણું ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી સંગીત ઉપરાંત ભવાઈઓ અને અન્ય બાબતો આખા વિશ્વમાં લોકોમાં ઘણી લોક પ્રિયતા ધરાવે છે. લોકોને ગુજરાતી ભાષા અને તેની વિવિધ કૃતિઓ ઘણી ગમે છે. તેમાં પણ જો વાત ગુજરાતી સંગીત અંગે કરીએ તો તેમના ચાહકો બધે છે. આજના સમયમાં પણ લોકો વિવિધ ડાયરાઓ ના શોખીન છે. જયારે પણ ડાયરાઓ નું આયોજન થાય ત્યારે ઘણી મોટી જન મેદની આવી પહોંચે છે.

જો કે ગુજરાતી સંગીતને આખા વિશ્વમાં અનોખું સ્થાન અપાવવામાં આપણા ગુજરાતી કલાકારોએ ઘણી મહેનત કરી છે. આપણે અહીં એક એવાજ લોકલાડીલા કલાકાર વિશે વાત કરવાની છે કે જેમને જોવા અને જેમનો અવાજ સાંભળવા લોકોની મોટી સંખ્યા હાજર થઇ જાય છે. આપણે અહીં ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ વિશે વાત કરવાની છે.

આપણે સૌ જીગ્નેશ કવિરાજ આ નામથી પરિચિત છીએ તેમણે પોતાની આવડત અને મહેનત ના કારણે લોકોના દિલમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે જીગ્નેશ કવિરાજ ની લોક ચાહના ફક્ત ગુજરાત પૂરતી જ સીમિત નથી પરંતુ આખા વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ જીગ્નેશ કવિરાજ ના ઘણા મોટા ફેન છે. જો કે જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશ કવિરાજ ના ઘરે ખુશીઓ નો માહોલ છે.

આ ખુશીઓ નું કારણ જીગ્નેશ કવિરાજે લીધેલ નવી મોંઘી અને વૈભવી ગાડી છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયાનો તેવામાં સોશ્યલ મીડિયાના વિવિધ માદ્યમો પર સામાન્ય વ્યક્તિથી લઈને અનેક મોટી હસ્તીઓ પણ જોવા મળે છે. જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ પણ સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો પર છે. અને અહીં પણ તેઓ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે.

જો કે હાલમાં જીગ્નેશ કવિરાજે પોતાની ખુશીઓ પોતાના ફેન્સ સાથે સેર કરી છે. જો વાત કરીએ જીગ્નેશ કવિરાજ ની નવી ગાડી વિશે તો જણાવી દઈએ કે તેમણે મર્સીડીઝ કંપનીની C220d મોડલની ગાડી ખરીદી છે. જેને લઈને તેમણે સોશ્યલ મીડિયા પર અનેક તસવીરો પણ સેર કરી છે. જેમાં તેઓ પોતાના પત્ની અને બાળકો ઉપરાંત પોતાના અન્ય સ્નેહી જનો સાથે ગાડી પાસે અલગ અલગ પોષ માં ફોટા પડાવતા નજરે પડે છે.

આ ફોટાઓ સેર કરતા જીગ્નેશ કવિરાજ કેપશન માં લખ્યું કે ” જય માતાજી દરેક મિત્રો ને આજે જણાવતા આનંદ થાય છે કે જડીયાવીર દાદા અને હિંગલાજ માં ની અસીમ કૃપા થી આજે મેં નવી મર્સીડીસ ગાડી લીધી છે તો માતાજીના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના” આમ જીગ્નેશ કવિરાજે પોતાની ખુશીઓ ફેન્સ સાથે સેર કરી અને ભગવાનનો પણ આભાર વ્યક્ત કર્યો.

જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજે જયારથી તેમના અને તેમની નવી ગાડીના ફોટા સોશ્યલ મીડિયા પર સેર કર્યા છે ત્યારથી તેને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હાલમાં આ આલીશાન અને વૈભવી ગાડી જીગ્નેશ કવિરાજ ના ગાડીઓના કાફેલની શોભા વધારતી તેમના ઘરના આંગણે ઉભી છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *