જ્હોન અબ્રાહમે નવા વર્ષની કરી બમ્પર શરૂઆત, મુંબઈના દરિયા કિનારે ખરીદ્યુ આલીશાન ઘર !…કિંમત જાણી રહી જશો દંગ
નવા વર્ષ 2024માં બોલિવૂડમાંથી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાનના પઠાણ વિલન જોન અબ્રાહમે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ સાઈન કરી છે. તેણે ખારના લિંકિંગ રોડ પર લગભગ 70.83 કરોડ રૂપિયામાં બંગલો ખરીદ્યો છે. જ્હોને આ બંગલા માટે રૂ. 4.24 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તમને જણાવી દઈએ કે લિંકિંગ રોડ પર પ્રોપર્ટીની કિંમતો ઘણી વધારે છે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, ખારનો જે વિસ્તાર જ્હોને આ બંગલો ખરીદ્યો છે તે રહેણાંક વિસ્તાર છે. તમને જણાવી દઈએ કે આ પ્રોપર્ટી 372 નિર્મલ ભવન ગ્રાઉન્ડ પ્લસ બે માળની છે, જે પ્રવીણ નાથાલાલ શાહ અને પરિવારની છે.
IndexTap.com અનુસાર, જ્હોન અબ્રાહમે 27 ડિસેમ્બરે 70.8 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સ્ટેમ્પ ડ્યુટી તરીકે વધારાના રૂ. 4.25 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જમીનનો વિસ્તાર 7,722 ચોરસ ફૂટ છે જ્યારે બંગલાનો વિસ્તાર 5,416 ચોરસ ફૂટ છે. તમને જણાવી દઈએ કે જ્હોન અબ્રાહમ એ બોલિવૂડ સેલેબ્સમાંથી એક છે
જેમણે રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે. 2009માં તેણે રતનશાસ નામના પારસી પરિવાર પાસેથી પેટિટ સ્કૂલ પાસે યુનિયન પાર્કમાં એક પ્લોટ ખરીદ્યો હતો. અબ્રાહમની નજીકના એક સૂત્રએ અગાઉ TOIને જણાવ્યું હતું કે તે હાલમાં આ પ્લોટ પર કોઈ વિકાસ કરવાનું વિચારી રહ્યો નથી.બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ રહેલો જ્હોન અબ્રાહમ 2023માં પણ ચર્ચામાં રહ્યો હતો.
તેમની ફિલ્મ પઠાણ ઘણી હિટ રહી હતી. શાહરૂખ ખાનની આ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1050 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્હોનની આગામી ફિલ્મ તેહરાન છે, જેમાં તે માનુષી છિલ્લર સાથે જોવા મળશે.