જૂનાગઢ- 5-દિવસ થી ગુમ સગીર નો મૃતદેહ તળાવ માંથી મળી આવ્યો…પરિવાર ના લોકો ધ્રુસકે ધ્રુસકે…
ગુજરાત ના જૂનાગઢ જિલ્લા માંથી ફરી એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં એક 15-વર્ષીય તરુણ ઘરે થી અચાનક જ ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ પાંચ દિવસ બાદ જૂનાગઢ શહેર ના નરસિંહ મહેતા તળાવ માંથી મળી આવ્યો હતો. આવા અનેક કેસ ગુજરાત માંથી સામે આવતા હોય છે. જેમાં મૃત્યુ નું કારણ જાણવા મળી શકતું નથી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, જૂનાગઢ ના જલારામ સોસાયટી ના રિદ્ધિ ટાવર માં રહેતા દિપેશભાઈ જોશી નો 15-વર્ષ નો પુત્ર મનન જોશી પાંચ દિવસ અગાઉ તારીખ 9 ના રોજ સવાર ના સમયે પોતાના ઘરે થી સાયકલ લઇ ને નીકળ્યો હતો. રાત પડવા છતાં તે દિવસે મનન ઘરે પરત ફર્યો ન હતો. આથી મનન ના ઘરવાળા અને મિત્રો એ શોધખોળ શરુ કરી હતી.
શોધખોળ કરતા સમયે મનન નો મોબાઇલ ફોન તળાવ દરવાજા રોડ પર આવેલા તળાવ ના કિનારે થી મળી આવ્યો હતો. આ બાદ પરિવાર ના લોકો એ મનન ના અપહરણ ની ફરિયાદ પોલીસ માં કરી હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. NDRF ની ટિમ ને શોધખોળ માં મનન ની સાયકલ ગઈકાલે મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે નરસિંહ મહેતા તળાવ માં NDRF ટિમ ની મદદ લઇ ને શોધખોળ હાથ ધરી હતી. જેમાં મનન નો મૃતદેહ NDRF ટિમ ને મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શા કારણે મૃત્યુ થયું તે બાબત ની તપાસ પોલીસે હાથ ધરી છે. પરિવાર ના લોકો ને મનન ના મૃત્યુ ની જાણ થતા પરિવાર ના માથે આભ ફાટે તેવી મુસીબત આવી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!