India

દર્દનાક વિડીયો- દરિયાઈ મોજા માં તણાયેલ પરિવાર ભારતીય હોવાનું સામે આવ્યું..પિતા-પુત્ર અને પુત્રી ભયંકર રીતે…

Spread the love

હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખાસ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓમાન દેશ ના એક દરિયા કિનારે ઘણા લોકો મજા લઇ રહ્યા હતા. એવામાં દરિયા ના મોજા આવ્યા અને ઘણા લોકો ને તેની સાથે તાણી લઇ ગયા હતા. આ બાબતે વધુ માં જાણવા મળ્યું કે, એમાં ત્રણ લોકો જે દરિયામાં તણાવા લાગ્યા હતા તે ત્રણ ભારતીય લોકો હતા. જે લોકો મોજા ની સાથે દરિયામાં ગરકાવ થવા લાગ્યા હતા.

વધુ માં જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્ર ના સંગલીના રહેવાસી શશીકાંત મહમાને તેની 9-વર્ષ ની પુત્રી શ્રુતિ અને તેના 6-વર્ષ ના પુત્ર શ્રેયસ દરિયાના પાણી માં તણાવા લાગ્યા હતા. શશીકાંત દુબઇ માં એક બહુરાષ્ટ્રીય કંપની માં મિકેનિકલ એન્જીનીયર નું કામ કરતા હતા. તેની પત્ની સાથે તે દુબઇ માં રહેતા હતા. રવિવાર ની રજા ના દિવસે પોતાના પરિવાર અને મિત્રો સાથે ઓમાન દેશ માં ફરવા ગયા હતા.

ઓમાન ના સલાલ્હા નામના દરિયાકિનારે ફરવા ગયા હતા. જેમાં અચાનક જોતજોતામાં એક ભયંકર ઊંચું મોજું આવ્યું અને ઘણા લોકો ને ખેંચી ને લઇ ગયું. જેમાં શશીકાંત અને તેના બે બાળકો પણ શામેલ હતા. આ લોકો ની શોધખોળ હજુ શરુ છે. ઓમાન સિવિલ ડિફેન્સ ઓથોરિટી એ જણાવ્યું કે, લોકો દરિયાકિનારે હતા આ સમયે મોજું આવતા આઠ લોકો ને તાણી ને લઇ ગયું હતું.

વધુ માં જાણવા મળ્યું હતું કે જયારે આ ઘટના બની ત્યારે ત્રણ લોકો ને તાત્કાલિક બચાવી લેવાયા હતા. જયારે શશીકાંત તેના બાળકો ને પાણી માં તણાતા જોઈ ને પોતાના બાળકો ને બચાવવા તેણે પણ છલાંગ લગાવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, જોતજોતામાં લોકો કેવી રીતે પાણી માં ગરકાવ થયા હતા. જુઓ વિડીયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *