ભયંકર અકસ્માત ! હાઇવે પર પડેલ ખાડા માં કરણી સેના ના અધ્યક્ષ ની કાર ખાબકતા એક અધ્યક્ષ નું મૃત્યુ..જયારે એક અધ્યક્ષ…
ગુજરાત માં હાલ માં ભારે વરસાદ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. ઘણા જિલ્લાઓ માં વરસાદ ના પાણી લોકો ના ઘરો માં પણ ઘુસી ગયા છે. ભારે વરસાદ ના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો ને રસ્તા પર પડેલા ખાડાઓ થી ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર ની કામગીરી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર થી એક અકસ્માત નો કેસ સામે આવ્યો છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર થી પસાર થઇ રહેલા કરણી સેના ના બે અધ્યક્ષ ને અકસ્માત માં ભારે ઈજાઓ થઇ હતી. જેમાંથી એક અદ્યક્ષ નું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માત નું કારણ રસ્તા પર પડેલા ખાડાઓ છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર થી પસાર થઇ રહેલા દમણ કરણી સેના ના અધ્યક્ષ અને તેની સાથે વલસાડ ના કરણી સેના ના અધ્યક્ષ આલોકસિંહ કોઈ સ્વજન ની તબિયત પૂછવા માટે વાપી થી વલસાડ હોસ્પિટલ જય રહેલા હતા.
આ સમયે જયારે તે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર થી પસાર થતા હતા ત્યારે હાઇવે પર વરસાદ ના લીધે મોટા મોટા ખાડાઓ પડ્યા હતા. આથી તેમની કાર ખાડા માં ભયંકર રીતે પટકાય અને ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત માં કરણી સેના ના અધ્યક્ષ કનકસિંહ જાડેજા નું મૃત્યુ થયું હતું. જયારે વલસાડ કરણી સેનાએ ના અધ્યક્ષ આલોકસિંહ ને ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેઓ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમાચાર સાંભળી ને કરણી સેના ના કાર્યકરો રોષે ભરાયા હતા. અને વાપી નજીક હાઇવે પર આવેલા બગવાડા ટોલનાકા પર ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા કાર્યકરો એ થોડી વાર માટે ટેક્સ લેવાનો પણ બંધ કરી દીધો હતો. આ બાબત ની જાણ પોલીસ ને થતા પોલીસ સ્થળ પર આવી હતી. સમજાવટ બાદ કાર્યકરો શાંત થયા હતા. આ સાથે 10-દિવસ માં હાઇવે પર ના ખાડાઓ પુરવા માટે ટોલ ના સત્તાધીશો ને કહ્યું હતું. અને 10-દિવસ બાદ ભારે ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!