Gujarat

અમદાવાદ- વરસાદ ના પગલે દીવાલ ધરાશાયી થતા ત્રણ લોકો ના દર્દનાક મોત..ઠેર ઠેર થી તારાજી ના દ્રશ્યો આવ્યા સામે…

Spread the love

ગુજરાત માં હાલ વરસાદી માહોલ ખુબ જ જામી ચુકેલો છે. એમાં ઠેર ઠેર થી વરસાદી પાણી ના ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્માર્ટ સીટી અમદાવાદ માં વરસાદ ના પાણી થી રસ્તા પર ભારે લોકો ને હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ના પગલે લોકો ના ઘરો માં પાણી ઘુસી ગયા છે. એવામાં વરસાદ ના કારણે અમદાવાદ ના એક વિસ્તાર માં દીવાલ ધરાશાયી થતા તેની નીચે દટાય ને ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા.

વધુ વિગતે જાણીએ તો, અમદાવાદ ના ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મ ની નજીક એક દીવાલ ધરાશાયી ની ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થતા તેની નીચે મજૂરી કામ કરતા પાંચ મહિલા દટાયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી આવ્યો હતો. તમામ મહિલા ને બહાર કાઢી ને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં શીતલબહેન (16-વર્ષ), વનિતાબહેન (19-વર્ષ) અને કવિતાબહેન (35-વર્ષ) નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જયારે બે મહિલા અસ્મિતાબહેન (22-વર્ષ) અને રિંકુબહેન (19-વર્ષ) સારવાર લઇ રહ્યા છે. વધુ માં જાણવા મળ્યું કે, વરસાદ ના કારણે દીવાલ ફોફલી થઇ જવાને કારણે આ ઘટના બની હતી. જ્યાં આ ઘટના બની ત્યાં મજૂરો દીવાલ ની બાજુ માં છાપરાઓ બાંધી ને રહેતા હતા. બાદ માં પરિવાર ને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તમામ મહિલા ઓ ને સોલા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ ના બીજા વિસ્તારો ની વાત કરી એ તો વાડજ, આશ્રમ રોડ, મોટેરા, નિર્ણયનગર, ઉસ્માનપુર વગેરે જેવા વિસ્તારો માં ભારે વરસાદ વરસી ગયો હતો.

વરસાદ ના પગલે અમદાવાદ ના અખબારનગર ના અને મોટી વણઝાર માં આવેલા અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા. ત્યાં પાણી ભરાવાને કારણે લોકો નું નીકળવું મુશ્કિલ હોય આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારે વરસાદ ના પગલે ઘણી શાળાઓ માં શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ માં અનેક વિસ્તારો માં બેન્ક ની અંદર પણ પાણી ઘુસી જવાની ઘટના બની હતી. બેન્ક માં પાણી ઘુસી જતા બેન્ક ના કિંમતી દસ્તાવેજો પણ પાણી માં પલળી ગયા હતા.

આ સાથે જ આખા ગુજરાત ના જુદા જુદા જિલ્લા ઓ માં વરસાદ ની આગાહી ના સંદર્ભે એલર્ટ આપવામાં આવ્યા હતા. ભારે વરસાદ ના પગલે ઠેર ઠેર થી એન.ડી.આર.એફ ની ટિમ ને તહેનાત કરવામાં આવેલી છે.વરસાદ ના કારણે હજારો લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઘણા જીલલાઓ માં તળાવ જળાશયો અને ડેમો ઓવરફ્લો થતા તેમાંથી પાણી છોડવાની ફરજ પડતા ઘણા વિસ્તારો માં ભારે હાલાકી નું સર્જન થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *