વડોદરા- ગમખ્વાર અકસ્માત માં બે મિત્રો ના મૃત્યુ..ચાર ઈજાગ્રસ્ત..જન્મ દિવસ ની ઉજવણી કરીને…
ગુજરાત માંથી અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવ્યા જ કરતા હોય છે. રોજબરોજ એવી કેટલીય ઘટના સામે આવે છે કે, જેમાં અકસ્માત થતા કેટલાય લોકો મૃત્યુ પામતા હોય છે. વડોદરા નજીક થી એક હચમચાવતી ઘટના સામે આવી છે. એક કાર માં જય રહેલા છ વ્યક્તિ ની ગાડી ને ભયંકર અકસ્માત નડતા બે વ્યક્તિઓ ના મૃત્યુ નીપજયા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા ના વાઘોડિયા તાલુકા ના જરોદ અને હાલોલ રોડ ઉપર ખંડીવાળા પાસે અકસ્માત સર્જાયો હતો. વધુ માં જાણવા મળ્યું કે, છ મિત્રો પૈકી એક નો જન્મદિવસ હતો. જન્મદિવસ ની ઉજવણી કરી ને પાવાગઢ થી વડોદરા પરત ફરી રહ્યા હતા. કાર માં સવાર છ મિત્રો માં યોગેન્દ્રસિંહ શેખાવત (26-વર્ષ) અને કરિશ્મા ઠાકોર (23-વર્ષ) આ બને નું મૃત્યુ નીપજ્યું હતું.
જયારે અન્ય ચાર મિત્રો સૌમ્યા વ્યાસ, શીતલ ડામોર, ભાલસિગ ડામોર, સુફિયાન ફિરોઝ શેખ અને તેની સામે એક ટેમ્પો ચાલક મહમદ રઈશ પઠાણ આ અકસ્માત માં ભારે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર માંથી જન્મદિવસ નું કેક પણ મળી આવ્યું હતું. જાણવા મળ્યું કે, કાર ચાલકે સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવ્યો હતો. જેથી ભયંકર અકસ્માત સર્જાયો હતો.
કાર નું ટાયર ફાટતા કાર રોન્ગ સાઈડ માં આવી ગઈ હતી. અને જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. માર્ગ માં અકસ્માત થતા ટ્રાફિક જામ ના ભારે દ્રશ્યો સર્જાયા હતા. અને લોકો ના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્તો ને તાત્કાલિક 108 દ્વારા સયાજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વડોદરા ના તરસાલી ના રહેવાસી હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!