હચમચાવતી ઘટના ! મજાક મજાક માં એક કારીગરે સગીર ના ગુદા ના ભાગે એરકમ્પ્રેશર થી હવા ભરતા જ સગીર…
રોજબરોજ મૃત્યુ થવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ક્યારેક લોકો મજાક-મસ્તી માં એવું એવું કામ કરી બેસે છે કે, લોકો નું મૃત્યુ નીપજી જતું હોય હોય છે. ક્યારેક મૃત્યુ ની વિચિત્ર ઘટના સામે આવતી હોય છે. આપણે વિચારી પણ ના શકી એ કે આવી રીતે મૃત્યુ થયું હશે. મહેસાણા જિલ્લા ના કડી તાલુકા માંથી એક મૃત્યુ ની વિચિત્ર ઘટના સામે આવી છે. જાણી ને હચમચી જશે.
ઘટના કંઈક આવી છે કે, કડી ના કરણ રોડ પર આવેલ આલોક ઇન્ડસ્ટ્રી માં એક હચમચાવતી ઘટના સામે આવી છે. ઘટના માં એવું થયું કે, આલોક ઇન્ડસ્ટ્રી માં કામ કરી રહેલા કારીગરો એ એક સગીર કારીગર ના શરીર ના ગુદા ના ભાગે હવા ભરવાની એરકમ્પ્રેશર લગાવી અને મજાક મસ્તી માં હવા ભરી દેતા સગીર યુવક નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
ઉત્તરપ્રદેશ નો રહેવાસી સગીર ઘણા સમય થી તેના સાગા સંબંધીઓ સાથે આલોક ઇન્ડસ્ટ્રી માં કામ કરતો હતો. બુધવાર ની આ ઘટના છે. જેમાં રીસેશ પડતા બધા લોકો જમવા જતા હતા. આ સમયે કામ કરી ને સગીર ના કપડાં પર લાકડા નો ભૂકો ચોંટી ગયો હતો. તો ત્યાં કામ કરતા કુલદીપ ચમાર નામના વ્યક્તિ એ લાકડાનો ભૂકો સાફ કરવા હવા ભરવા માટે ના મશીન ની એરકમ્પ્રેશર પાઇપ લીધી અને તેના દ્વારા કપડાં પર થી ભૂકો સાફ કરતો હતો.
ભૂકો સાફ કરતા કરતા તેણે સગીર ના વ્યક્તિ ના શરીર ના ગુદા ના ભાગે પાઇપ નાખી મજાક મજાક માં હવા ભરવા લાગ્યો એવામાં સગીર ત્યાં જ બેભાન થઇ ગયો. તાત્કાલિક તેને કડી ની ભાગ્યોદય હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરો એ મૃત જાહેર કર્યો હતો. પોલીસે પીએમ અર્થે લાશ ને ખસેડી હતી. ખાસ તો સવાલ એ છે કે, આલોક ઇન્ડસ્ટ્રી ના માલિકે શા માટે સગીર ને કામ પર રાખ્યો હતો. પોલીસે આ બાબતે માલિક વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!