લગ્ન પહેલા જ મહિલા પોલીસ અદિકારી એ કરી તેના જ મંગેતર ની ધરપકડ. શા કારણોસર કરી ધરપકડ જાણો.
આજકાલના સમાચાર માં છેતરપિંડી થવાના કિસ્સાઓ બહું મોટા પ્રમાણમાં સામે આવતા હોપ્ય છે. લોકો છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. કેટલાક કિસ્સાઓ માં તો ક્યારેક કરોડો રૂપિયા ની છેતરપિંડી થઇ જતી હોય છે. લોકો સાથે પહેલા સારા રિલેશન રાખવામાં રાખવામાં આવે છે અને ત્યારબાદ તે વ્યક્તિ વિશ્વાસઘાત કરીને છેતરપિંડી થી કેટલાય પૈસા પડાવી લેતા હોય છે.
એવી જ એક ઘટના આસામ ની સામે આવી છે. જેમાં એક લેડી પોલીસે તેના ભાવિ પતિ એટલે કે તેના મંગેતર ને જ છેતરપિંડી ના કેસ માં ઝડપી પાડ્યો છે. આસામની મહિલા સબ ઈન્સ્પેક્ટરે તેના ભાવિ પતિ ની ધરપકડ કરી છે તેના ભાવિ પતિ આસામના નાગાંવ જિલ્લાનો છે. નાગાંવ પોલીસ સ્ટેશનના મહિલા સેલના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર જોનમણી રાભાએ તેના મંગેતર રાણા પેગને નકલી ઓળખ સાથે લગ્ન કરવાનો પ્રયાસ કરવા બદલ, લાખો રૂપિયાની છેતરપિંડી કરવા ઉપરાંત કથિત રીતે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી છે.
આરોપીને બુધવારે સાંજે નાગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જોનમણી તેના મંગેતર ની સાથે જાન્યુઆરી 2021 માં મળી હતી. તે દરમિયાન તેના મંગેતરે ઓળખ આપતા કહ્યું હતું કે પોતે ઓ-એન-જી-સી માં જનસંપર્ક અધિકારી છે. બાદ માં બન્ને એકબીજા ને પસંદ આવતા ઓક્ટોમ્બર 2021 માં સગાઇ કરી હતી.
અને નવેમ્બર 2022 માં બને લગ્ન કરવાના હતા. બાદ માં તેને તેના મંગેતર ની કાર્યશેલ્લી પર શંકા જતા તેને તપાસ કરી હતી. તપાસ માં જાણવા મળ્યું કે તે કોઈ જ કંપની માં કામ કરતો નથી. પેગે કોન્ટ્રાક્ટ આપવાના નામે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અને તેની મંગેતર ની અસલિયત સામે આવી હતી. બાદ માં તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યું કે તેના મંગેતરે એક એસ-યુ-વી કાર ભાડે રાખી હતી જેથી તે એક ઉચ્ચ કક્ષાનો માણસ લાગે.