લગ્ન ના માત્ર ચાર મહિના અને સાઉથ ની અભિનેત્રી નયનતારા એ આપી દીધો જુડવા બાળકો ને જન્મ! પતિ એ કહ્યું કે તે,
બોલિવૂડના એક્ટર્સ તો વારેવારે ચર્ચાઓ વિશે બનતા જ હોય છે. પરંતુ હાલમાં સાઉથની અભિનેત્રી નયનતારા અને તેનો પતિ વિગ્નેશ હાલમાં ચર્ચાનો વિષય છે. કારણ કે એક્ટર અને ડિરેક્ટર ની આ જોડીએ કે જે પતિ પત્ની છે. બંનેના લગ્ન 9 જૂનના રોજ થયા હતા અને લગ્નને ચાર મહિનામાં જ નયનતારા એ તેના બે જુડવા બાળકોને જન્મ આપી દીધો છે.
આ જુડવા બાળકોના ફોટા નયનતારા ના પતિ વિગ્નેશ શિવને તેના instagram એકાઉન્ટ પર શેર કર્યા હતા. ફોટો શેર કરતા કેપ્શન માં લખ્યું કે નયન અને હું આજે અમ્મા અને અપા બની ગયા છીએ. નયન તારા એ જોડિયા પુત્રને જન્મ આપ્યો છે. અમારી બધી પ્રાર્થના અમારા પૂર્વજોના આશીર્વાદથી અમને અમારા બંને બાળકોના રૂપમાં મળી તમારી બધી પ્રાર્થનાની જરૂર છે.
અને વિજ્ઞેશે પતિ પત્ની સાથે બંને બાળકોના ફોટા શેર કરેલા છે. જેમાં બંને પતિ પત્ની બંને જોડવા બાળકોને પગ ઉપર ચુંબન કરી રહ્યા હોય તેવા સુંદર ફોટા હાલ વાયરલ થઈ રહ્યા છે. તેના ચાહકો પણ આ ફોટા જોઈને બંને દંપતીઓને આશીર્વાદ આપી રહ્યા છે. આમ લગ્નના માત્ર ચાર મહિનામાં જ સાઉથની અભિનેત્રી નયનતારા માતા બની જતા સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય છે. કોઈ કહી રહ્યું છે કે નયન તારા એ સરોગસીની મદદ થી માતા બની છે.
આમ લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી રહ્યા છે. બંનેના લગ્નની વાત કરવામાં આવે તો બંનેના લગ્નમાં બોલીવુડના અભિનેતા શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા. ટૂંક સમયમાં સાઉથની આ અભિનેત્રી બોલીવુડના અભિનેતા શાહરુખ ખાન સાથે ના મુવીમાં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થવા જઈ રહ્યું છે. આમ હાલમાં નયનતારા અને તેના પતિ ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!