એક સમયે માત્ર 300-રૂપિયા માં કાર્યક્રમ કરનાર ‘કાજલ મહેરિયા’ એ લીધી 45-લાખ ની લક્સરીયસ કાર, જુઓ તસ્વીર.
ગુજરાતમાં અનેક લોક કલાકારો અને ગાયક કલાકારો તથા સાહિત્યના કલાકારો પોતાની ખૂબ ઊંચી નામના ધરાવે છે. આજે લોક કલાકારો થી માંડીને ગાયક કલાકારો પોતાની આલીશાન જિંદગી માટે ખૂબ જાણીતા છે. લોક કલાકારો અને ગાયક કલાકારો પાસે આજે કોઈ પૈસાની કમી નથી. એવા એક ગાયક કલાકાર એટલે કાજલ મહેરીયા. આ દિવસોમાં કાજલ મહેરીયા ખૂબ ચર્ચા નો વિષય બની રહ્યા છે.
કારણ કે કાજલ મહેરીયા એ એક લક્ઝરી કારની ખરીદી કરી છે. આ કાર ની કિંમત 45 લાખ હોવાનું સામે આવ્યું છે. વધુ વિગતે વાત કરીએ તો કાજલ મહેરીયા એ તેના instagram એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં કાજલ મહેરીયા એ તેની નવી કાર ટોયોટા કંપનીની LEGENDER સાથે ઉભી છે અને તેને તસ્વીરો શેર કરતા લખ્યું કે,
મારા તમામ ચાહકો ના અને વડીલોના આશીર્વાદથી આજે અમે આ કાર ની ખરીદી કરી છે. તો મારા બધા ચાહકોનો દિલથી આભાર માનું છું જય વિહતમાં.. આમ કાજલ મહેરિયાએ આ લક્ઝરી કાર ખરીદતા ની સાથે જ તે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બની રહી છે. 28 વર્ષની કાજલ મહેરિયા નો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવવા ગામમાં 21 નવેમ્બર 1992 ના રોજ થયો હતો.
તેમના પિતા નગીનભાઈ કે જે ખેડૂત છે. એક સમયે કાજલ મહેરીયા અને તેની માતા રીક્ષામાં ગાવાના કાર્યક્રમો કરતા હતા અને માત્ર એક રાતના ₹300 મળતા હતા. નવરાત્રીના દિવસોમાં કાજલ ના મામા સંગીત વગાડતા હતા. તો કાજલ મહેરીયા પોતે ગાતી હતી. ક્યારેક ખાવાનું પણ મળતું ન હતું. કાજલ મહેરીયા નાનપણથી જ મન બનાવી લીધું હતું કે તે આગળ જતા સિંગર બનશે.
ધોરણ આઠમાં અભ્યાસ કરતા સમયે સ્કૂલના કાર્યક્રમમાં કાજલ મહેરીયા ના શિક્ષકે તેને પ્રથમ વખત ગાવાનો મોકો આપ્યો હતો. ત્યારે કાજલ મહેરીયા વનમાં ચાંદલિયો ઉગ્યો રે લોલ ગાયું હતું ત્યારથી તે નો નાતો સંગીત સાથે જોડાઈ ગયેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!