બંગાળી સાડી પહેરી કાજોલ, રાની, તનિષા માં દુર્ગા ની ભક્તિ માં થયા લિન! સિંદૂર વડે રમી ને કરી ઉજવણી, જુઓ તસ્વીર.
બોલીવુડના એક્ટર્સ કોઈને કોઈ વાતે સમાચારોમાં છવાતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેત્રી કાજોલ એ દુર્ગા પૂજાની ઉજવણી કરી હતી. આ ઉજવણી ના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કાજોલ ના ઘરે દુર્ગા પૂજા દરમિયાન બોલીવુડના ઘણા બધા મોટા-મોટા સીતારા પહોંચ્યા હતા અને પંડાલમાં મોટા મોટા સેલિબ્રિટી ઓ નો જમાવડો થયો હતો.
જેમાં રાની મુખર્જી, જયા બચ્ચન, રણબીર કપૂર, મૌની રોય વગેરે મા દુર્ગાના આશીર્વાદ લેવા કાજોલ ના ઘરે પહોંચ્યા હતા. જે બાબતની ઘણી બધી તસવીરો વાયરલ થઈ રહી છે. અભિનેત્રી રાની મુખર્જી મા દુર્ગાના આશીર્વાદ લેવા પંડાલમાં પહોંચી હતી. આ દરમિયાન તેને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી અને કાજોલ અને રાની મુખર્જી એ બંને સુંદર પોઝ આપીને ફોટા પડાવી રહ્યા હતા.
સેલિબ્રિટીઓ મા દુર્ગાની ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી હતી. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી, કાજોલ અને તેમની બહેન તનિષા મુખર્જીએ દશેરાના ખાસ અવસર પર સિંદૂર થી એકબીજા સાથે રમી ને પરમ્પરા જાળવી હતી. કાજોલ અને તનિષા પરંપરાગત બંગાળી સાડી પહેરીને પંડાલમાં પહોંચ્યા અને જોરદાર આનંદ માણ્યો.
કાજોલ લાલ અને સફેદ સાડીમાં સુંદર દેખાતી હતી, તેના પલ્લુમાં પાંખડીનું પ્રિટેન્ડ વર્ક હતું. બંને બહેનો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હતું. અભિનેત્રી રાની મુખર્જી જુહુ પંડાલમાં માતા દુર્ગાની ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી. આ પ્રસંગે, રાણીએ સાડી પહેરી હતી અને આ ધાર્મિક સ્વરૂપમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!