GujaratIndiaNational

કિશન ભરવાડની હત્યા મામલે બોલીવુડ ની પ્રથમ પ્રતિક્રિયા કંગના રાણાવતે જણાવ્યું કે કિશન ભરવાડ…

Spread the love

મિત્રો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કાયદા વ્યવસ્થા કથળતી હોઈ તેવું લાગે છે. આપણે આવી બાબત શા માટે કહીએ છિએ આ પાછળ હાલમાં જ ધંધુકા માં સર્જાયેલ એક યુવાનનૂ હત્યા નું કવત્રુ છે. જે રીતે બે વિધર્મિ લોકોએ એક એકલા અને નિહત્તા યુવાન કિશન ભરવાડને ગોળીઓ મારવામાં આવી છે તેના કારણે કાયદા વ્યસ્થા સામે પ્રસ્ન ઊભો થાય તેવી બાબત છે.

મિત્રો જો વાત આ આખા બનાવ અંગે કરીએ તો મંગળવારે કિશન ભરવાડ જ્યારે તેમના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા તેવામાં બે વિધર્મિ શખસોએ આવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. જણાવી દઈએ કે હત્યા નો આ બનાવ અમદાવાદ નાં ધંધુકા મા બન્યો હતો. હાલમાં આ બાબત ને લઈને સમગ્ર રાજ્યમાં લોકો માં રોષ જોવા મળ્યો છે. અને કિશન ભરવાડ ના મૃત્યુ અંગે હાલમાં રાજકારણ પણ ગરમાયેલુ છે.

કિશન ભરવાડ ના મૃત્યુ ના મામલાની ગંભીરતા ને જોઈને હાલમાં રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ હવે આ બનાવ અંગે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. ત્યારે હવે આ હત્યાના મામલે બોલીવુડ ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અને બોલીવુડ કવિન કંગના રાણાવતે આ સમગ્ર બનાવ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

જણાવી દઈએ કે કિશન ભરવાડ ના હત્યા ના મામલે કવિન કંગના દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે,’કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય 4 લોકોએ તેના પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *