Gujarat

ગુજરાતના આ નાના એવા ગામના રહેવાસી છે નિરમા કંપનીનાં માલિક કરસનભાઇ પટેલ !આટલા સંઘર્ષ કરીને હાંસલ કર્યો આ મુકામ….

Spread the love

એક ગુજરાતી પરિવારમાંથી આવતા કરસનભાઇ પટેલ ગુજરાતી છે, જે નિરમા કંપનીના સ્થાપક છે. 13 એપ્રિલ 1944 માં તેમનો જન્મ થયો હતો. મહેસાણામાં જન્મેલા કરસનભાઇનો પરિવાર ખેડુત હતો. કરસનભાઇ 21 વર્ષની ઉંમરમાં તેમણે બી એસ સી માં કેમેસ્ટ્રીનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. જે બાદ તેમણે અમદાવાદમાં નોકરી કરી હતી. અમદાવાદની કોટન મિલમાં લેબ આસિસ્ટન્ટની નોકરી શરુ કરી હતી પણ તેમનું મન આ કામમાં લાગતુ નહોતુ. તેમને પોતાનો બિઝનેસ શરુ કરવો હતો. ગુજરાતી બિઝનેસ ના કરે તો નવાઇની વાત રહે. એટલે કરસનભાઇ પટેલે પણ બિઝનેસ શરુ કરવાનો વિચાર કર્યો હતો.

કહેવાય છે ને કે કોઇ ધ્યેય પાછળ તમે જો મન મુકીને પડી જાઓ તો તે ધ્યેયને સફળ થવા માટે કોઇ નથી રોકી શકતુ. કંઇક આજ રીતે કરસનભાઇ પોતાનો બિઝનેસ શરુ કરવા માટે લાગી ગયા હતા. મહેસાણાના કરસનભાઇ પટેલને આઇડિયા આવ્યો કે, પોતાનો બિઝનેસ શરુ કરીએ, કપડાં ધોવાનો પાવડર બનાવ્યો જે સાબુને પણ ટક્કર આપે એવો હતો. તેમની મહેત રંગ લાવી અને તે સાઇકલ પર માત્ર 3 રૂપિયામાં ઘરે ઘરે જઇને લોકોને આ પાવડર વેચતા હતા. કોઇ નાની કંપનીને આગળ વધારવા માટે તેના મસીનો અને કારિગરો તેમજ જગ્યા પણ જોઇએ, તેમજ એક એવો સમય આવ્યો જ્યારે બજારમાં બીજી કંપની બ્રાન્ડ, ડિટર્જન સાબુન હોવા છતાં કરસનભાઇ પટેલનો બનાવેલો કપડા ધોવાનો પાવડર બીજાને ટક્કર આપતો જોવા મળે છે.

એ સમયમાં કંપનીના ઓનર કરસભાઇ પટેલે જોયુ કે તે સમયમાં બજારમાં હિન્દુસ્તાન લિવર જેવી કંપનીઓનો દબદબો હતો. Hધીરે ધીરે નિરમા નેટવર્કમાં લગભગ 400 થી વધુ વિતરકો અને 2 લાખથી વધુ દુકાનદારો પણ સામેલ છે, આ પાવડર નાના નાના ગામડાઓમાં અને શહેરોમાં સુધી આજે પહોંચી ગયો છે, છેવાડાના ગામના લોકો પણ નિરમા પાવડર અને સાબુ હાલના સમયમાં વાપરે છે. કરસનભાઇ પટેલની કંપનીએ ધીમેધીમે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ એન્ટ્રી કરી દીધી અને બાંગ્લાદેશ બાજ, ચીન, આફ્રિકા, ચીન અને એશિયન દેશોમાં પણ ફેલાઇ. તેમજ આ બધાની વચ્ચે કરશનભાઈ પટેલે પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી.

કરસનભાઈ પટેલ આ દરમિયાન પોતાની સાઇકલ લઈને ઓફિસ જતા હતા અને રસ્તામાં લોકોને ઘરે ઘરે વોશિંગ પાઉડર વેચતા હતા તેમજ બજારમાં ઘણા બધા પાવડર પણ આવી ચૂક્યા છે અને તેની કિંમત લગભગ પંદર રૂપિયા કિલો હતી. કરસનભાઈ પટેલ સાડા ત્રણ રૂપિયા પ્રતિ કિલો પાવડર વેચતા હતા. વર્ષ 1969 માં ફક્ત એક વ્યક્તિથી શરૂ કરવામાં આવેલી કંપની આજે 18000 થી પણ વધારે લોકો તેમાં કામ કરે છે. આમ આ કંપનીનો વાર ની સાથે સાડા સાત હજાર કરોડથી પણ વધારે છે અને આ બધાની પાછળનું કરસનભાઈ પટેલની ખૂબ જ મહેનત જવાબદાર છે.

પહેલા તેમણે દીકરીની યાદમાં નિરમા પાવડર વેચવાનો શરૂ કર્યું હતું, આમ ત્યારબાદ 1995 માં કરસનભાઈ પટેલે નિરમા નામની અલગ અલગ આપવા માટે અમદાવાદની અંદર નિરમા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ની સ્થાપના કરી હતી ત્યાર બાદ તેઓએ વર્ષ 2003માં મેનેજમેન્ટ અને નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ની સ્થાપના કરી. સમયમાં કરશનભાઈ પટેલની ગણતરી ભારતના અમીરો પતિ માં થાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *