Entertainment

KGF ના રોકિંગ સ્ટાર યશે ખરીદી આ મોંઘીડાટ કાર ! કિંમત અધધધ, લાખો નહીં પરંતુ કરોડોમાં છે….જુઓ આ ખાસ તસવીરો

Spread the love

KGF તથા KGF 2 ફિલ્મ તો તમે સામાન્ય રીતે જોય જ હશે. નાના બાળકોથી લઈને મોટા મોટા ઉંમર ધરાવતા લોકો દ્વારા આ ફિલ્મને ખુબ વધારે પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રોકી ભાઈ એટલે કે એક્ટર યશે પોતાની ખુબ સારી એવી ભૂમિકા ભજવી હતી આથી જ કદાચ આ ફિલ્મને આટલી બધી સફળતા પ્રાપ્ત થઇ હતી. આ ફિલ્મના પેહલા ભાગને ખુબ પસંદ કરવામાં આવ્યો જ્યારે KGF 2 એ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

IMAGE SOURCE : BOLLYWOODSHADIS.COM

એવામાં હાલ એવા એહવાલ સામે આવી રહ્યા છે કે હાલ થોડાક સમય બાદ જ KGF 3 ફિલ્મ પણ આવી રહી છે જેમાં અનેક એવા અનોખા અનોખા કિરદારો જોવા મળશે જે પોતાનો ફિલ્મમાં રંગ જમાવશે. એવામાં આ અભિનેતા તથા ફિલ્મના તમામ ચાહકો ખુબ વધારે બેસબ્રીથી આ ફિલ્મની રાહ જોઈ રહયા છે. એવામાં હાલ આ ફિલ્મની શૂટિંગ તથા બીજા કર્યો ક્યારે શરૂ થશે તે અંગેની હાલ કોઈ માહિતી સામે આવી નથી.

IMAGE SOURCE : BOLLYWOODSHADIS.COM

કેજીએફના રોકી ભાઈ એવા યશ પોતાના સોશિયલ મીડિયા પર તો ખુબ ઓછા ઓનલાઇન હોય છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર અનેક વખત ચર્ચામાં આવતા જ રહેતા હોય છે. એવામાં યશને લઈને મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા છે કે એક્ટર યશે હાલ નવે નવી એસયુવી એવી ‘રેન્જ રોવર’ ની ખરીદી કરી લીધી છે, આ અંગેના અનેક વિડીયો તથા તસવીરો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

રિપોર્ટ અનુસાર એમ પણ જાણવા મળ્યું છે કે આ કારની કિંમત 4 કરોડ રૂપિયા છે,કારનો રંગ જોઈ શકાય છે કે તેનો રંગ બ્લેક છે તથા આ અભિનેતાના લુક તથા હાવભાવ સાથે આ કાર ખુબ વધારે સૂટ કરી રહી છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયો દ્વારા જોઈ શકાય છે કે અભિનેતા આ કારને પોતાની પત્ની સાથે ચલાવતા નજરે પડી રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા તેઓની બાજુની સીટમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *