લગ્ન બાદ ટ્વીનિંગ કરી એકબીજા સાથે દેખાયા ખજૂરભાઈ-મીનાક્ષી દવે!! આ ખાસ વાત લખી મીનાક્ષી દવેએ કર્યા આ ખાસ ફોટો શેર… જુઓ તસ્વીર
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના કાર્ય ના લીધે ચર્ચામાં રહે છે, હાલમાં તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર ખજુરભાઈ અને તેમના ધર્મ પત્ની મીનાક્ષી દવેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ અને મીનાક્ષી દવે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ તસવીરો મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખરેખર આ તસવીરો સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.
લગ્ન બાદ પ્રથમવાર મીનાક્ષી અને ખજૂરભાઈ સાથે જોવા મળ્યા છે, બંનેએ ટ્વિનિંગ કર્યું હતું ખજૂરભાઈ પર્પલ રંગનો કુર્તો અને મીનાક્ષી દવેએ પર્પલ રંગની સુદંર સાડી પહેરી હતી અને બનેએ ખૂબ જ પ્રેમાળ અંદાજમાં ફોટોશૂટ કર્યું હતું, મીનાક્ષી દવેએ ખજૂરભાઈ માટે લખ્યું કે With you Everything is complete❤️ એટલે કે, તમારી સાથે બધું પૂર્ણ છે ❤️હાલમાં ચાહકો પણ આ જોડીના વખાણ કરી રહ્યા છે.
અમે આપેને ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવે વિષે જણાવીએ તો મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો અને એક નાનો ભાઈ પણ છે . મીનાક્ષી દવે B.Farma બાદ મેં અમદાવાદસ્થિત કેડિલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી હતી.
જોકે, થોડા સમય પહેલાં જ તેમની મમ્મીની તબિયત ખરાબ હોવાના લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને તેમના મમ્મીની સેવામાં જ રહેવા લાગ્યા. ખજૂરભાઈ સાથેની મુલાકાત એક સંજોગ કહો કે કુદરતનો કરિશ્મા પણ ખજૂરભાઈ અને મીનાક્ષીની મુલાકાત નાયશે થઈ હતી.
મીનાક્ષી દવે અને તેમનો પરિવાર ખજૂરભાઈના ચાહક હતા પરંતુ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે, ખજૂરભાઈ સાથે અતુટ સંબંધે બંધાશે.કહેવાય છેને કે વિધાતાના લેખ સામે કોઈ મેખ નથી મારી શકતું. થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે મીનાક્ષી દવે પણ પોતાના પરિવાર સાથે ગઈ હતી અને આખરે લગ્નના બંધનમાં બંધાયા.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે અને લગ્ન થયા બાદ તેનો ક્યાંય ફરવા પણ નથી ગયા કારણ કે મીનાક્ષી દવેએ ખજૂરભાઈને કહેલું કે તમે સૌથી પહેલા અધુરા જે ઘરો છે તે પૂર્ણ કરો.આ વાત ખજૂર ભાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. ખજૂરભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખુબ જ સરહાનિય છે કારણ કે ખજૂરભાઈએ નિઃસ્વાર્થ પણે લોકોની સેવા કરી રહ્યા છે, હાલમાં ખજૂરભાઈની આ તસવીરો સામે આવતા સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.