ખજુરભાઈ અને મીનાક્ષી દવે ની નવી તસ્વીરો આવી સામે ! ખજુરભાઈ શેરવાની માં તો મીનાક્ષી દવે એ ચોલી માં આપ્યો સાથ, જુઓ ખાસ તસવીરો.
આપણા ગુજરાત માં ગરીબો ના મસીહા એવા ખજુરભાઇ થી આજે કોઈ અજાણ નથી. આજના દિવસો માં ખજૂર ભાઈ ખાસ એવા ચર્ચા નો વિષય બની રહ્યા છે. ખજૂર ભાઈ એ જ્યાર થી મીનાક્ષી દવે સાથે સગાઈ કરી છે ત્યારથી એકપછી એક તેના અને મીનાક્ષી દવે ની સુંદર સુંદર તસવીરો સામે આવી રહી છે.
ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે ની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. મીનાક્ષી દવે ના ગામ માં રહેતા રાજી માં નું ઘર બનાવતા ખજૂર ભાઈ અને તેના પરિવાર ની મુલાકાત હનુમાન ગઢી માં હનુમાન જી માં મંદિરે મીનાક્ષી દવે ના પરિવાર સાથે થઈ હતી. ખજૂર ભાઈ ના માતા ને મીનાક્ષી દવે નો સ્વભાવ ખૂબ પસંદ આવ્યો હતો અને ખજૂર ભાઈ ની માતા એ મીનાક્ષી દવે ના પિતા પાસે દીકરી નો હાથ માંગ્યો હતો.
એ સમયે મીનાક્ષી દવે ના પરિવાર માટે એક સ્વપ્ન સમાન હતું અને હા પાડી હતી. હાલ માં ખજુર ભાઈ અને મીનાક્ષી દવે ના ફોટા વાયરલ થયા છે. જેમાં બને ની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. મીનાક્ષી દવે ગુલાબી ચોલી માં ખૂબ જ સુંદર લાગી રહી છે તો સાથે ખજૂર ભાઈ શેરવાની માં સાથ આપી રહ્યા છે.
આ તસવીરો લોકો ને ખૂબ પસંદ આવી રહી છે. સગાઈ બાદ પણ બને એક કેફે માં જોવા મળ્યા હતા અને એક પછી એક તસવીરો સામે આવતા લોકો બને ની જોડી ના ખૂબ વખાણ કરી રહ્યા છે. ખજૂર ભાઈ ગુજરાત ના ગામ ગામ ફરીને ગરીબો ની મદદ કરતા હોય છે. લોકો ને ઘર ઉપરાંત જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડી દેતાં હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!