ભલભલા શક્તિશાળી લોકો આવું નહીં કરી શકતા હોય જેવું આ માણસે કર્યું ! પેશન ગાડી લઈને ચડી ગયો બસ પર…જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલ અનેક એવી ફિલ્મો નીકળે છે જેમાં હીરો અથવા તો સુપરહીરો મોટા મોટા વાહનોને ઉચકી લેતા હોય છે, જે આપણને ખબર જ હોય છે કે આ એડિટ કરેલું છે. પણ હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં આ શખ્સ એવું કરી બતાવે છે કે તેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે. આવો વિડીયો તમે ક્યારેય નહિ જોયો હોય.
બાહુબલી, સુપરમેન એવા હોલીવુડ અને બોલીવુડના અનેક મુવી છે જેમાં સુપરહીરો એવા કારનામાં કરી બતાવતા હોય છે જેને જોયને આપણા હોશ ઉડી જતા હોય છે પણ આ વ્યક્તિએ તો અસલ જીવનમાં આવો કારનામો કરી બતાવ્યો છે જે આપણને ખુબ જ આશ્ચર્યમાં મુકે છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ માથા પર પેશન ગાડીને લાવે છે અને બસની ઉપર ચડવા લાગે છે, ઘડીક તો આપણને વિડીયો જોતા એવો શક જાય છે કે આ ગાડી રમોકડાની હશે પરંતુ નાં એવું જરાય નથી, આ બાઈક અસલી છે. હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા લોકો આ વ્યક્તિને બાહુબલી અને સુપરમેન જેવા વ્યક્તિઓ સાથે સરખાવી રહ્યા છે, જ્યારે અમુક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે તેતો ફક્ત ફિલ્મમાં સુપરહીરો આતો અસલ જીવનમાં સુપરહીરો છે.
જણાવી દઈએ કે આ વિડીયો instagram પર rvcjinsta પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેના અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે. આ વિડીયો જોયા બાદ સૌ કોઈને આશ્ચર્યનો ચમકારો જ બોલી રહ્યો છે. આ વિડીયો જોયા બાદ એક યુઝર જણાવે છે કે ‘આતો ઇન્ડીયન હલ્ક છે’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે ‘ગાડી રમોકડાની હોય તેવી રીતે ઉપર ચડાવે છે.’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram