‘યે રિશતા ક્યાં કહેલાતા હૈ’ સિરિયલની અક્ષરાએ ખરીદી આ મોંઘીદાટ કાર ! કિંમત જાણી તમને આંચકો લાગશે…જાણો કઈ કાર છે અને કેટલી કિંમત છે?
રાજન શાહીનો પ્રખ્યાત શો ‘યે રિશતા ક્યાં કહેલાતા હૈ’ શો છેલ્લા ઘણા સમયથી અનેક ચાહકોના દિલો પર રાજ કરી રહ્યું છે. પોતાના કિરદારો તથા અનેક નવા નવા રોલને લીધે આ શો હાલના સમયમાં ખુબ લોકપ્રિય બની ગયો છે. એવામાં તમે વર્તમાન સમયમાં જોતા હશો તો હાલ અક્ષરાનું પાત્ર ભજવનાર પ્રણાલી રાઠોડને લઈને એક મોટી ખુશ ખબરી સામે આવી છે. પ્રણાલી રાઠોડ વિશે જો વાત કરવામાં આવે તો પ્રણાલી સુંદરતાની સાથે પોતાની એક્ટિંગથી સીરિયલમાં જીવ નાખે છે.
પ્રણાલી રાઠોડ સોશિયલ મીડિયા પર અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે, એટલું જ નહીં તે વારંવાર પોતાના સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો તથા તસવીરો ખુબ વાયરલ કરતી હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ પ્રેમ આપવામાં આવે છે. એવામાં હાલ પ્રણાલીની બહેન રુચિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક તસ્વીર કરીને પ્રણાલીએ નવી suv કાર ખરીદી હોવાની જાણકારી આપી હતી.
એટલું જ નહીં પ્રણાલીએ ખરીદેલી આવી ચમચમાતી કારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને અનેક લોકો પ્રણાલીને તેની બ્રાન્ડ ન્યુ કારને અભિનંદન પાઠવી જેની અનેક સ્ટોરી તથા ફોટો પ્રણાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે પ્રણાલીએ ટાટા હેરિયર કાર ખરીદી હતી જેની કિંમત 22.33 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે.
વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં પ્રણાલી રિપ્ડ ડેનિમ અને બ્લેક ફિટેડ ટોપમાં દેખાય હતી, આ લુકને તેના અનેક ચાહકોએ પણ ખુબ વધારે પસંદ પણ કર્યો હતો. પ્રણાલીની બહેન રુચિએ પ્રણાલીને અભિનંદન આપતા લખ્યું હતું કે ‘ખુબ અભિનંદન, મને ખુબ ગર્વ છે,આગળ વધતી રે.’ પ્રણાલી વિશે જો વાત કરવામાં આવે તો પ્રણાલીએ ફક્ત 26 વર્ષની ઉંમરમાં એટલું બધું હાંસલ કરી લીધું હતું જે લોકો મોટી ઉંમરમાં પણ થી કરી શકતા હોતા.