Entertainment

શું તમને ખબર છે ? બોલીવુડના કિંગ ખાનની પેહલી ગર્લફ્રેન્ડ હતી આ અભિનેત્રી, તસ્વીર જોઈ તમને આંચકો જ લાગી જશે…જુઓ તસ્વીર

Spread the love

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જયારે પણ સફળ અભિનેતા વિશે વાત કરવામાં આવે તો એમાં આપણને શાહરુખ ખાન, સલમાન ખાન,અક્ષય કુમાર જેવા અનેક મોટા સ્ટારોના નામ આપણા મોઢે વળગતા હોય છે. આ તમામ અભિનેતા સાથે જોડાયેલ અનેક વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહેતી હોય છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવતી હોય છે. અમુક વખત ખુદ અભિનેતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર દ્વારા આવી અનેક બાબતો શેર કરી દેતા હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ.

એવામાં આજે અમે બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની એક એવી વાત સામે આવી છે જેના વિશે ઘણા લોકો નથી જાણતા. તમને ખબર જ હશે કે હાલના સમયમાં શાહરુખ ખાન પઠાણ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચીત થયા છે. આખા દેશમાં આ ફિલ્મનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જયારે ઘણા એવા લોકો પણ છે જે આ ફિલ્મનું સમર્થન કરી રહ્યા છે. હવે મહત્વની વાત તો એ છે કે શું આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે?

એવામાં આ સવાલ ફિલ્મ મેકર્સ માટે લટકતી તલવાર સમાન બની ગયો છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું જેમાં જોઈ શકાતું હતું કે જે ભગવા રંગના કપડાં પેહરીને દીપીકા અશ્લીલ હરકતો કરી રહી હતી તે સીનને ફિલ્મ માંથી હટાવી દેવામાં આવ્યો છે. આ અભિનેતાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર #askSRK નામનો સેશન રાખ્યો હતો જેમાં તેમના ચાહકોએ ઘણા બધા એવા તેમના જીવન સાથે જોડાયેલ સવાળી પણ પૂછ્યા હતા.

આ સેશનમાં તેમના એક ચાહકે પૂછ્યું હતું કે તેમની પેહલી ગર્લફ્રેન્ડ કોણ છે? તો આ સવાલનો જવાબ આપતા અભિનેતાએ જણાવ્યું હતું કે તેમની પેહલી ગર્લફ્રેન્ડ તેમની પત્ની ગૌરી હતી. જયારે બીજા એક યુઝરે વધુ એક સવાલ અભિનેતાને પૂછ્યો હતો કે પઠાણ ફિલ્મ માટે તેમને કેટલા રૂપિયા મળ્યા છે. તો આ અંગે જવાબ આપતા શાહરુખ ખાને જણાવ્યું કે ‘કેમ સાઈન કરાવો છે હવેની ફિલ્મમાં?’ આવું કહી ખુબ ફની રીપ્લાય આપ્યો હતો. આવા અનેક સવાલો અભિનેતાને પૂછવામાં આવ્યા હતા જેના જવાબ આ અભિનેતાએ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *