દુબઈ બાદ હવે આ દેશના પ્રવાશે છે કિંજલ દવે શેર કરી ખાસ તસ્વીરો જેમાં તેમનો અલગ અવતાર જોવા મળ્યો સાથે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જાણે ગુજરાતી સંગીત જગતમાં રજાનો માહોલ છે તેમ હાલમાં લગભગ દરેક ગુજરાતી કલાકારો વિદેશની ધરતી પર રજાઓ માણી છે ઉપરાંત દેશ માં અને વિદેશમાં વિતાવેલા પોતાના ખાસ ક્ષણો ની તસ્વીર પણ સોસ્યલ મીડયા પર ફેંસ સાથે શેર કરી છે. પહેલા નવ વિવાહિત અલ્પા પટેલ પતિ ઉદય ગજેરા સાથે અંદમાન નિકોબાર ગયા. જે બાદ ગીતા રબારી અમેરિકા પોતાના પતિ સાથે ગયા જયારે ભુવાજી અને કવિરાજ પણ પોતાના પરિવાર સાથે દુબઈ સફરે ગયા હતા.
આ તમામ કલાકારો ની અનેક તસ્વીરો હાલમાં સોસ્યલ મીડયા પર પણ છવાયેલ છે તેવામાં જો હાલમાં કોઈ સૌથી વધુ ચર્ચામાં હોઈ તો તે કિંજલ દવે છે આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ કિંજલ ભાવી પતિ પવન અને ગુજરાતી ગાયિકા ઉર્વશી રાદડિયા સાથે દુબઈ ગયા હતા જેની અનેક તસ્વીરો પણ વાયરલ થઇ હતી અને કિંજલે પતિ સાથે અનેક પોઝ આપ્યા હતા અને દુબઈ ના સુંદર નજારાનો લાભ લીધો હતો.
ફોટાઓ અને વીડિઓ માં દુબઈની ગલીઓ અને સુંદર નજર સાથે કિંજલ દવેનો મસ્તી ભર્યો અંદાજ પણ જોવા મળ્યો હતો જો કે હાલમાં કિંજલ દવે અમેરિકાથી પરત આવ્યા છે. અને હાલમાં તેઓ ફરી વિદેશ યાત્રાએ ગયા છે જણાવી દઈએ કે હવે કિંજલ દવે અમેરિકા માં પ્રવાસે ગયા છે. અને અહી પણ તેમણે પોતાની અનેક ખાસ તસ્વીરો શેર કરી છે જેમાં તેઓ અમેરિકા ના વિવિધ સ્થળો પર ફોટાઓ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે કિંજલ દવે પોતાના ફેન્સ વિશે સતત વિચાર કરે છે અને ફેન્સ સાથે જોડાયેલ રહેવા માટે તે સોસ્યલ મીડયા પર પોતાના અનેક ફોટાઓ અને વીડિઓ શેર કરતા રહે છે અમેરિકા યાત્રા પહેલા પણ તેમણે એરપોર્ટ પરથીજ ફેંસ સાથે તસ્વીરો શેર કરી હતી જેમાં તેઓ ટ્રેક ટીશર્ટ અને જેકેટ માં જોવા મળ્યા હતા. જે બાદ તેમણે પોતાના સફર ની અનેક તસ્વીરો અપલોડ કરી અને અમેરિકા પહોચ્યા બાદ સ્ટોરી મારફતે પણ જાણ કરી.
અમેરિકા માં પણ કિંજલ વિવિધ સ્થળોએ ગયા અને ત્યાના ખાસ નજારા ને પણ ફેંસ સાથે શેર કર્યા જણાવી દઈએ કે અમેરિકામાં તેઓ યુનિવર્સલ સ્ટુડીઓ ઓલેન્ડો ની પણ મુલાકાત લીધી હતી કે જ્યાં તેમણે અલગ અલગ પોઝ આપી ફોટાઓ પડાવ્યા હતા. અહી કિંજલ દેવ ઘણા જ સ્ટાઇલીસ લાગી રહ્યા હતા. તેઓ જીન્સ અને સફેદ ટી શર્ટ ઉપરાંત ગોગલ્સ સાથે ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. જણાવી દઈએ કે આ કિંજલ દવે ની કોઈ પહેલી અમેરિકા યાત્રા નથી અગાઉ પણ તેઓ અમેરિકા ગયા હતા.
જણાવી દઈએ કે દુબઈ જતા પહેલા જ કિંજલ અમેરિકા ના મિયામી શહેર ગયા હતા કે જ્યાં તેઓ ભવ્ય હોટલ હિલ્ટન માં રોકાયા હતા આ સમયે પણ તેમણે ફેંસ સાથે ખાસ નજારા શેર કર્યા હતા હાલમાં કિંજલ દવેએ પોતાના ફોટાઓ શેર કરતા કેપ્શન લખ્યું છે કે “ તમારું હદય ખરેખર બિનશરતી પ્રેમીની અમુલ્ય લાગણીને પાત્ર છે જે ફક્ત તમારા તરફથી જ આવી શકે છે. “ હાલમ સોસ્યલ મીડયા પર આ તમામ તસ્વીરો ઘણી વાયરલ થઇ રહી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.