કિંજલ દવે એ પોતાના ભાવિ પતિ પવન જોશી ના જન્મદિવસ ની કરી શાનદાર ઉજવણી. ફોટા શેર કરતા એવું લખ્યું કે…
ગુજરાત માં લોકો ના પ્રિય ગાયક એવા કિંજલ દવે આજે દેશ માં જ નહીં પણ વિદેશ માં પણ પોતાનું નામ બનાવી ચુક્યા છે. કિંજલ દવે ના ગીતો સાંભળનાર વર્ગ બહુ મોટો છે. કિંજલ દવે ખાસ તો તેના ગીત ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ થી પ્રખ્યાત થયા હતા. કિંજલ દવે ના ફેન્સ પણ ખુબ જ બહોળા પ્રમાણ માં છે. કિંજલ દવે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતી જ હોય છે.
થોડા દિવસ પહેલા પોતાના પિતા ના જન્મદિવસ નિમિતે કિંજલ દવે એ ખુબ સરસ ઉજવણી કરી હતી. હાલ કિંજલ દવે એ તેના ભાવિ પતિ પવન જોશી ના જન્મદિવસ ની ઉજવણી ખુબ જ ધૂમધામ થી કરી છે. કિંજલ દવે ના ભાવિ પતિ પવન જોશી એ તેના જન્મદિવસ ના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ પર શેર કર્યા હતા. કિંજલ દવે ના પતિ પવન જોશી હાલ 25 વર્ષ ના થઇ ચુક્યા છે.
કિંજલ દવે અને પવન જોશી એ ચાર વર્ષ પહેલા સગાઈ કરી હતી. તે બન્ને એકબીજા સાથે ના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતા હોય છે. કિંજલ દવે એ તેના ભાવી પતિ ના જન્મદિવસ ની ઉજવણી શાનદાર રીતે કરી હતી. બંને ના પરિવાર ના સભ્યો પણ આમાં સહભાગી બન્યા હતા. પવન જોશી ના જન્મદિવસ નિમિતે એક શાનદાર કેક લાવી ને શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું.
પવન જોશી નો જન્મદિવસ યાદગાર બનાવવામાં આવ્યો હતો. પવન જોશી એ આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપશન માં લખ્યું કે, ‘ આવી અદભુત જન્મદિવસ ની પાર્ટી માટે કિંજલ દવે તમારો આભાર. મારા જન્મદિવસ ની શુભેરછા પાઠવનાર તે તમામ લોકો માટે હું એક સેકન્ડ કાઢવા માંગુ છું. આભાર આભાર ! આપ સૌને ખુબ ખુબ પ્રેમ !
કિંજલ દવે એ પણ પવન જોશી સાથે ની તસ્વીર શેર કરીને શુભેરછા પાઠવી હતી. પવન જોશી સાથે ફોટો શેર કરતા લખ્યું કે, ‘ હેપ્પી બર્થડે માય હેન્ડસમ ‘ જીવન સાથી કેવો હોવો જોવે તેનું તમે ઉત્તમ ઉદાહરણ છો. આમ આ જન્મદિવસ ને યાદગાર બનાવવામાં આવ્યો હતો. કિંજલ દવે વિષે વાત કરી એ તો તે આજે લોકો ની પ્રિય ગાયક છે. ક્યારેક ડાયરા ના કાર્યક્રમો માં પણ તે પોતાના ગીતો ની રમઝટ બોલાવતી હોય છે. કિંજલ દવે નો પ્રોગ્રામ હોય એટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.