India

જન્મો જનમની કસમ 7 દિવસમાં જ તુટી, દુલ્હને એવું કર્યું જે કોઈએ વિચાર્યું પણ ના હોય, જુઓ વિડીયો.

Spread the love

આપણા સમાજ માંથી એવા એવા કિસ્સાઓ સામે આવે છે કે સાંભળતા જ બહુ દુઃખ થાય. આજે સમાજ માં યુવાન અને યુવતીઓ પોતાની જાતે જ પોતાના માટે છોકરો કે છોકરી પસંદ કરી લેતા હોય છે. ધીરે ધીરે વાત લગ્ન સુધી પહોંચી જતી હોય છે. પરંતુ બન્ને ના ઘરવાળા માંથી કોઈ એક રાજી ના હોય તેવા કિસ્સા માં બને પ્રેમી ભાગી જતા હોય છે. જેના લીધે તેના માતા-પિતા અને અન્ય ઘરવાળા ને નીચા જોયા જેવું થાય છે.

બિહાર રાજ્ય માંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક ના લગ્ન થયા બાદ માત્ર એક જ અઠવાડિયા મેં તેની પત્ની તેના પ્રેમી ની સાથે ભાગી ગઈ હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે, બિહાર માં રહેતા વિવેક નામના યુવાન ના 14 જૂન ના રોજ નોઊગઢી ની મોની કુમારી સાથે લગ્ન થયા હતા. બને ના લગ્ન બાદ પત્ની 18 જૂને પિયર ગઈ હતી. અને 21 જૂને પાછી સાસરે આવી હતી.

22 જુન ના રોજ પત્ની મોની કુમારી એ પતિ ને કહ્યું કે, તેને બજાર માંથી બંગડીઓ અને અન્ય વસ્તુ ની ખરીદી કરવી છે. તો ચાલો. પતિ-પત્ની બને દીનદયાલ ચોક પાસે ખરીદી કરવા ગયા. જ્યાં પત્ની અચનાક જ તેના પતિ નો હાથ છોડી ને તેના તેનો જે બોયફ્રેન્ડ તેની પાછળ આવી રહ્યો હતો. તેનો હાથ પકડી ને તેની સાથે ભાગવા લાગી. આ સમયે પતિ વિવેક તેની પાછળ ગયો. જુઓ વિડીયો.

પત્ની એ ધમકી આપી અને તે તેના બોયફ્રેન્ડ સાથે સ્કોર્પિયો કાર માં બેસી ને ભાગી ગઈ. આ બાબતે વિવેક ના માતા કઁચન દેવી એ કોતવાલી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. આ કાર્યવાહી માં પોલીસે ભાગેલ મોની કુમારી અને તેના બોયફ્રેન્ડ દિવ્યાંશુ ની ધરપકડ કરી હતી. વિવેક ના માતા એ જણાવ્યું કે વિવેક ના પિતા નથી. તેણે એકના એક પુત્ર ના લગ્ન માં ઘણો ખર્ચો કર્યો હતો. જો લગ્ન નોતા કરવા તો પહેલા થી જ ના કહેવી હતી.

વધુ માં જાણવા મળ્યું કે, મોના કુમારી અને તેનો બોયફ્રેન્ડ એકબીજા ને અભ્યાસ સમય થી ઓળખે છે. તે બને 2016 થી એકબીજા ના પ્રેમ માં હતા. અને તે બને એ 5 સપ્ટેમ્બર 2020 ના રોજ ચંડિકા સ્થાન મંદિર માં લગ્ન પણ કર્યા હતા. પરંતુ પરિવાર ની ના હોવાથી મોના ને ફરી લગ્ન કરવા પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *