જન્માષ્ટમીના પાવન તહેવાર પર કિંજલ દવેએ શેર કરી મોરપંખ સાથેની આ તસવીરો ! તસવીરો એવી કે ઉર્વશીબેન રાદડિયા પણ બોલી ઉઠ્યા “કેટલું સુંદર…
મિત્રો તમને ખબર જ હશે કે હજુ ગઈકાલે જન્માષ્ટમીનો મોટો તહેવાર આખા ગુજરાત નહીં પરંતુ આપણા દેશની અંદર ખુબ ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો, એવામાં આપણા રાજ્યની અંદર તો આ તહેવારની ખુબ વધારે જ લોકોને ઉમંગ હોય છે, ભક્તો રાત્રીના 12 વાગ્યા સુધી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની રાહ જુએ છે અને જેવા 12 વાગે ત્યાં જન્માષ્ટમીની ખુબ ધામધૂમ સાથે તથા ભજન કીર્તનો પર નાચગાન કરીને ભગવવાનના જન્મની ખુબ સારી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે.
મોટા મોટા કલાકારો તેમ જ લોકસાહિત્યકાર તથા ગીતકારો પણ આ તેહવારની સારી રીતે ઉજવણી કરતા હોય છે અને ઘરે જ કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે, એવામાં કિંજલ દવે વિશે તો આપણે સૌ કોઈ જાણતા જ હશો, કિંજલ દવે એક એવી કલાકાર છે જેણે પોતાની ગાયિકીના આધારે ગુજરાતની અંદર પોતાનું સારું એવું નામ કમાય લીધું છે એવામાં રાજ્યમાં હાલ તેઓને સૌ કોઈ ઓળખતા થઇ ચુક્યા છે.
કિંજલબેન દવે અનેક વખત પોતાના સોશિયલ મીડિયા પર અલગ અલગ ફોટોસ તથા વિડીયો શેર કરતા જ રહે છે જેને લોકો દ્વારા તો ખુબ વધારે પ્રેમ આપવામાં આવે જ છે પરંતુ બીજા સાથી કલાકારો પણ આવી તસવીરો તથા વિડીયો પર પ્રેમ વરસાવતા હોય છે, એવામાં કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો રાધા લુકની તસવીરો શેર કરી છે જેમાં તેઓ હાથમાં મોરપંખ તથા એકદમ સુંદર મિજાજે દેખાય રહ્યા છે.
આ તસવીરો તેમના ચાહકો તથા લોકોને એટલી બધી પસંદ આવી કે હાલ આ તસવીરો પર 1 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે, એટલું જ નહીં આ તસવીરો પર ઉર્વરશીબેન રાદડિયાએ પણ કમેન્ટ કરતા લખ્યું હતું કે “કેટલું સુંદર”. આવી અનેક પ્રતિક્રિયાઓ લોકો દ્વારા આપવામાં આવી રહી છે, સંગીત કલાકાર કિંજલ દવેએ કુલ ચાર ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેઓ અલગ અલગ રૂપમાં સુંદર દેખાય રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.