Gujarat

કીર્તિદાન ગઢવીના જન્મદિવસ ની અનોખી ઉજવણી આટલા ખાસ મહેમાન હતા હાજર તેવામાં કીર્તિદાન ગઢવીએ જે વાત કહી.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણુ ગુજરાતી સંગીત આખા વિશ્વમાં ઘણું લોક પ્રિય છે લોકો મેં ગુજરાતી ગીતો, લોક ગીતો, ડાઇરાઓ, ભજનો અનેક વસ્તુઓ ઘણી પસંદ આવે છે અને વારંવાર તેને સાંભળવુ પણ પસંદ કરે છે પરંતુ ગુજરાતી સંગીત ને આટલી મોટી લોક પ્રિયતા એમજ નથી મળી તેની પાછળ તમામ ગુજરાતી કલાકારો નું અમુલ્ય યોગદાન છે.

આપણે અહીં એવાજ એક લોક પ્રિય કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના અવાજ ના જાદુથી આખું વિશ્વ નાચી રહ્યું છે અને લોકો ને તેમનો અવાજ ઘણો પસંદ પણ આવે છે. આપણે અહીં ગુજરાત ના લોક લાડિલા કલાકાર કીર્તિદાન ગઢવી વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે હાલમાં જ તેમણે પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી છે જેની તસવીરો અને વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

મિત્રો સૌ પ્રથમ જો વાત કીર્તિદાન ગઢવી ના જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં તેઓ ઘણું વૈભવી અને સારું જીવન જીવે છે પરંતુ જીવનના આ મુકામ સુધી પહોંચવા માટે કીર્તિદાન ગઢવીએ જીવનમાં ઘણો જ સંઘર્ષ અને મહેનત કરી છે જણાવી દઈએ કે તેમનો જન્મ 23 ફેબ્રુઆરી 1975 ના રોજ આણંદના વાલોર ગામમાં થયો હતો.

જો વાત કીર્તિદાન ગઢવીના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે 12 પાસ કર્યાં પછી વલ્લભ વિદ્યાનગરથી કોલેજનો અભ્યાસ પુરો કર્યો હતો પછી સંગીતની તાલીમ લેવા એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. પછી તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી આ સમયે તેઓ સ્ટ્રગલ કરી રહ્યા હતા અને ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.

જો વાત કીર્તિદાન ગઢવી ના જીવનના સંઘર્ષ અંગે કરીએ તો એક વખત તેમણે કહ્યું હતું કે મેં જેટલો સંઘર્ષ કર્યો છે કે તેટલો સંઘર્ષ કોઈ બીજો કલાકાર કરેત તો તે આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત. તેમણે વધુમાં પોતાના શરૂઆત ના દિવાસો અંગે જણાવતા કહ્યું કે તેમને આ ક્ષેત્રે નામ બનાવવા માટે ખૂબ સહન કર્યું છે. તેમણે જણાવ્યું કે અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ગાવા માટે વારો પણ ન આવે. આ ઉપરાંત અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા.

પરંતુ સ્વભાવ ના સહજ અને સમજું કીર્તિદાન ગઢવી કહે છે કે હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે. જણાવી દઈએ કે મધ્ય ગુજરાત માં જન્મેલા કીર્તિદાન ગઢવી ની લોક પ્રિયતા સૌરષ્ટ્ર અને કચ્છમાં પણ ફેલાઈ. જે પછી ધીરે ધીરે ગુજરાતના અન્ય વિસ્તાર માં પણ લોકો તેમને પસંદ કરવા લાગ્યા.

નામના વધતી ગઇ અને ચાહકો જોડાવા લાગ્યા જે બાદમાં ગુજરાત બહાર મુંબઈમાં કીર્તિદાનના ડાયરા યોજાવા લાગ્યા. એક્ સમય એવો પણ આવ્યો કે જ્યાંરે તેમનિ લોક પ્રિય્તા વિશ્વ વ્યાપી બની રહી અને અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. અમુક ગીત અમુક કલાકારો માટે બનેલા હોય છે. તેમ ‘મોગલ છેડતાં કાળો નાગ’ એ કીર્તિદાનનું બ્રાન્ડ સોંગ ગણાય છે. બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના ‘લાડલી’ આલ્બમમાં કીર્તિદાનના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે હાલમાં કીર્તિદાન ગઢવીએ પરિવાર અને ખાસ મિત્રો સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે લોકપ્રિય કથાકાર જીજ્ઞેશદાદાએ કીર્તિદાન ગઢવીના ઘરે આવી ને તેમને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિદાન ગઢવીની બર્થ-ડેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચાહકોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો.

જો વાત કીર્તિદાન ગઢવીના જન્મદિવસ ની ઉજવણી માં હાજર અન્ય મહેમાનો અંગે‌ કરીએ તો તેમાં રાજ્યના શિક્ષણ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી અને અલ્પેશ ઠાકોર ઉપરાંત વરુણ પટેલ સહીત ના જાણીતા ચહેરા જોવા મળી રહ્યા છે અને કીર્તિૠદાન ગઢવી પોતાના જન્મ દિવસ ની કેક કટ કરી ને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *