પાણીમાં પણ મજા! વિશ્વની સૌથી મોટી અને વૈભવી શિપ છે તૈયાર જેના પર આવેલ છે આટલી ભવ્યવસ્તુઓ, જુઓ ખાસ તસવીરો.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જેમ જેમ સમય વધી રહ્યો છે તેમ તેમ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ માનવી ઘણો આગળ વધી ગયો છે. જેના કારણે માનવીએ એવી વસ્તુઓ ની શોધ કરી છે જેના કારણે માનવ જીવન ઘણું સુખમય વીતી શકે સાથો સાથ વ્યક્તિએ પોતાના મનોરંજન નો પણ પૂરતો ખ્યાલ રાખ્યો છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ની ઇચ્છા જીવનમાં એક વખત તો પાણીમાં સફર કરવાનો હોઈ છે પાણીમાં સફર નો પોતાનો એક અલગ જ અહેસાસ છે તેવામા પાણી ના સફર ના અહેસાસ ને વિશેસ બનાવવા અને સફર નો રોમાંચ વધારવા માટે એક વિશાળ અને અદભુત શિપ ની રચના કરવામાં આવી છે. કે જેના પાર છે ઘણી વૈભવી સુવિધાઓ તો ચાલો આપણે આ શિપ વિશે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ શિપ વિશ્વનું સૌથી વિશાળ શિપ છે. કે જેનું નામ વંડર ઓફ ધ સી છે જો વાત આ શિપ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વિશાળ શિપને ક્રૂઝ કંપની રોયલ કેરેબિયનએ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ વિશાળ શિપ ને બનાવ્વા માટે 3 વર્ષ જેટલો સમય લાગ્યો છે. જો વાત આ શિપ અને તેની સુવિધા તથા તેને લાગતા રૂટ તમામ બાબત અંગે કરીએ તો તે આ પ્રમાણે છે.
જણાવી દઈએ કે આ શિપ માર્ચ મહિના માં ફ્લોરિડાના ફોર્ટ લૉડરડેલથી કેરેબિયનમા 5 થી 7 રાત્રિ માટે ફરશે. જે પછી મે મહિનામાં આ શિપ બાર્સિલોના અને રોમથી પશ્ચિમી ભૂમધ્યસાગરીય પરિભ્રમણ શરૂ કરશે. જો વાત આ વિશાળ શિપ ની કેપેસીટી અંગે કરિએ તો જણાવી દઈએ કે ફ્રાંસના સેંટ-નજાયર કાતે Chantiers de l’Atlantique શિપયાર્ડમાં આ 18-ડેક ક્રૂઝ જહાજ બનાવવામાં આવ્યું હતું જેમાં 6,988 મહેમાનો ઉપરાંત 2,300 ચાલક દળના સદસ્યોને લઈ જવાની કેપેસીટી છે.
હવે જો વાત શિપ પર હાજર વૈભવી સુવિધાઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ માર્ક ટામિસના જણાવ્યા અનુસાર 6 વર્ષની પ્રક્રિયા બાદ વિશ્વનું સૌથી વિશાળ ક્રૂઝ વંડર ઓફ ધ સી વિશ્વ સ્તરીય સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. કે જેના પર લોકોના સૂચનો અને ટ્રાવેલ પાર્ટનર્સના ફીડબેક્સની મદદથી આશ્ચર્યચકિત કરનારી અનેક વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે.
જો વાત શિપ પર ના મનોરંજન ના સાધનો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ શિપ પર ધ અલ્ટીમેટ અબાઈસ નામની સમુદ્રમાં સૌથી ઉંચી સ્લાઈડ છે. આ સ્લાઈડ કોઈ પણ ક્રૂઝમાં સ્થિત અત્યાર સુધીની સૌથી મોટી વોટર સ્લાઈડ છે. આ ઉપરાંત જણાવી દઈએ કે અહીં એક સેન્ટ્રલ પાર્ક પણ છે જ્યાં મનોરંજન માટેના ઘણા સાધનો છે. જણાવી દઈએ કે આ શિપ પર 8 નેબરહૂડ્સ છે જે પૈકી દરેકમાં 20,000 કરતાં વધારે રિયલ પ્લાન્ટ્સ છે. આ સાથે જ તેમાં 10 ડેક હાઈ જિપ લાઈન, એક વિશાળ પૂલસાઈડ મૂવી સ્ક્રીન પણ છે.