IndiaNational

શા માટે માં? બાળકો જીવન શરૂ કરે તેપહેલા જ માતાએ ત્રણ બાળકો સાથે આત્મહત્યા કરી કારણ જાણીને..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય જીવન ઘણું મુલ્યવાન છે અને દરેક વ્યક્તિ ને પોતાના જીવન સાથે ઘણો જ લગાવ હોઈ છે. પરંતુ ઘણી વખત જીવનમાં એવો સમય પણ આવી જાય છે કે જ્યાંરે વ્યક્તિ ને પોતાના જીવન કરતા મરણ વધુ વહાલું લાગે છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવન માં સુખ અને દુઃખ નું ચક્ર ચાલ્યા જ રાખે છે.

પરંતુ જો જીવનમાં દુઃખ આવે તો તેનાથી ઘબરાવ્વુ નહીં. અને જીવનમાં નીડરતા થી આવનાર દુઃખો નો સામનો કરવો જોઈએ. પરંતુ ઘણા લોકો આ નાની વાત સમજી શક્તા નથી અને જીવનમાં આત્મ હત્યા જેવા પગલાં લઇ લે છે આપણે સૌ જાણીએ છિએ કે લોકો આર્થિક કે સામાજીક ઉપરાંત અન્ય કારણો ના લીધે આત્મ હત્યા કરે છે.

તેવામાં આત્મ હત્યા ને લઈને હાલમાં આવો જ્ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં માતા પોતાના માસૂમ બાળકો સાથે ટ્રેન સામે કૂદી ને આત્મ હત્યા કરે છે. મળતી માહિતી અનુસાર આત્મ હત્યા નો આ બનાવ અજમેરની ગેહલોત કોલોની પાસે આવેલ રેલવે ટ્રેક પર સર્જાયો છે કે જ્યાં એક માતા પોતાના ત્રણ બાળકો ને લઈને આત્મ હત્યા ના ઇરાદે રેલવે ટ્રેક પર આવે છે.

તેવામાં જેવી ટ્રેન ઝડપથી પાટા પર આવી, ત્યારે મહિલા પોતાના ત્રણ બાળકો સાથે તેની સામે કૂદી ગઈ. હતી જણાવી દઈએ કે આ મહિલા નું નામ માયા છે કે જે પોતાની 7 વર્ષની પુત્રી સુમન, ચાર વર્ષની પુત્રી મનીષા અને દોઢ વર્ષના પુત્ર ક્રિષ્ના સાથે આત્મ હત્યા ના ઇરાદે ટ્રેક પર આવી હતી જણાવી દઈએ કે આ ઘટના માં માતા અને બંને પુત્રીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દોઢ વર્ષના પુત્રને લોહી લુહાણ હાલત માં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ અકસ્માત અંગે જાણ થતાં જ આસપાસ ના લોકો અને રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ તાપાસ માં માલુમ પડ્યું કે આ મહિલાના પતિનું નામ રામકરણ છે. તેઓ પરિવાર સાથે ઈન્દ્રા કોલોનીમાં એક ઝૂંપડામાં રહેતી હતી. જણાવી દઈએ કે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પોલીસને શંકા છે કે મહિલા અને તેના પતિ સાથે ગરીબીને લઈને ઝઘડો થયો હોઈ શકે છે અને તેણે ગુસ્સામાં ટ્રેનની સામે કૂદી પડ્યું હતું. જો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *