IndiaNational

ભારતની અનોખી નદીકે જ્યાં પાણીમાં વહે છે સોનું! જેનું રહસ્ય જાણીને ચોકી જશો સ્થાનિકોનુ માનવું છે કે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય જીવન માં પાણી ઘણું જરૂરી છે વ્યક્તિ પાણી વગર એક મિનિટ પણ રહી શકતો નથી. જેના જ કારણે આપણે સૌ જાણીએ છિએ કે વિશ્વની દરેક સભ્યતાઓ નદી કિનારે જ વિકસી છે. આપણે સૌ જાણીએ છિએ કે મીઠા પાણી નો મુખ્ય સ્ત્રોત વરસાદ છે કે જેનાથી નદીઓ મારફ્ત આપણા સુધી પાણી પહોંચે છે.

તેવામાં જો એમ કહેવામાં આવે છે કોઈ નદી પાણી ની સાથે સાથે જીવન નિર્વાહ અંગેનું સાધન પણ પૂરું પાડે છે તો? સૌ કોઈ ને નવાઈ લાગે તેવામાં આપણે અહીં એક એવી નદી વિશે વાત કરવાની છે કે જેમાં પાણી સાથે સોનું પણ વહે છે અને ખાસ વાત એ છે કે આ નદી કોઈ અન્ય દેશમાં નહીં પરંતુ આપણા દેશ ભારત માં જ છે.

જો વાત આ નદી અંગે કરીએ તો આ નદી નું નામ સ્વર્ણ રેખા નદી છે અહીં નદીમાં પાણીની સાથે સોનાના વહિને આવે છે આ કારણે તે સ્વર્ણરેખા નદી તરીકે ઓળખાય છે. જણાવી દઈએ કે આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાંથી વહે છે અને તેનું મૂળ ઝારખંડના રાંચી શહેરથી લગભગ 16 કિમી દૂર છે.

જણાવી દઈએ કે આ નદી માં પાણી સાથે સોનાના કણો પણ વહી ને આવે છે જેના કારણે ઝારખંડમાં કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં સ્થાનિક આદિવાસીઓ સવારે આ નદી પર જાય છે અને દિવસભર રેતી ચાળીને સોનાના કણો ભેગા કરે છે. આવા વિસ્તારોમાં તામડ અને સરંડા નો સમાવેશ થાય છે.

જો વાત આ નદી અંગે કરીએ તો આ નદી રાંચીમાં તેના ઉદ્ગગમ સ્થાન છોડ્યા પછી, તે કોઈ અન્ય નદી સાથે મળતી નથી, અને સીધી બંગાળની ખાડીમાં વહી જાય છે. જો વાત આ નદીમાં જોવા મળતા સોનાના કણ અંગે કરીએ તો ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે આ નદી ખડકોમાંથી પસાર થાય છે અને તેના કારણે તેમાં સોનાના કણો આવે છે. જો કે જણાવી દઈએ કે આ બાબત કેટલી સાચી છે તે આજ સુધી જાણી શકાયું નથી.

જો વાત કરીએ આ નદી ના સોનાના વેચાણ થી ત્યાંના સ્થાનિક આદિવાસીઓ ને થતી આવક અંગે તો જણાવી દઈએ કે સામાન્ય રીતે વ્યક્તિ નદી માંથી માત્ર એક કે બે સોનાના કણો મેળવી શકે છે. જે પૈકિ એક કણ વેચીને 80 થી 100 રૂપિયાની કમાણી થાય છે. આમ એક વ્યક્તિ સોનાના કણ વેચીને મહિનામાં સરેરાશ 5 થી 8 હજાર રૂપિયા કમાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *