ડાયરા સમ્રાટ એવા કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પોહચ્યાં ઇન્ડોનેશિયા ! પોહચતા જ પોતાનો આ ખાસ વિડીયો શેર કર્યો…જુઓ વિડીયો
તમે ગુજરાતમાં રહેતા હોવ અને કિર્તીદાન ગઢવી વિશે ન જાણતા હોવ તેવું તો શક્ય બની જ શકે નહીં. લાડકી ગીત તથા તેવા અનેક ગીતોને લઈને લોકપ્રિય બનેલા કિર્તીદાન ગઢવીને હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ અનોખી ઓળખ પ્રાપ્ત થઇ છે. પોતાના ડાયરા અને ગીતોને લઈને કિર્તીદાન ગઢવીને લોકોએ ‘ડાયરા સમ્રાટ’ નું બિરુદ આપ્યું છે.
સૌરાષ્ટની શાન ગણાતા કિર્તીદાન ગઢવી અનેક વખત પોતાના અમુક વિડીયો તથા તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરતા જ હોય છે જેમાં તેના ચાહકો ખુબ વધારે તેઓની પર પ્રેમ વરસાવતા હોય છે. એવામાં હાલ ડાયરા સમ્રાટ કિર્તીદાને એક વિડીયો તથા અમુક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ડ દ્વારા શેર કરી છે
ઇન્સ્ટાગ્રામ પર કિર્તીદાન ગઢવીએ પોતાના સંતાન સાથેનો આ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે જણાવી દીધું હતું કે હાલ તેઓ ઇન્ડોનેશિયાના બાલીમાં ફરવા માટે ગયા છે. તસવીર તથા ફોટોમાં પણ જોઈ શકાય છે કે કિર્તીદાન પોતાની પત્ની તથા સંતાન સાથે જોવા મળી રહ્યા છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કિર્તીદાન ગઢવીના તમામ ચાહકોએ વિડીયો પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો અને અનેક એવી સારી સારી કમેન્ટ પણ મારી હતી. જેમાં અમુક યુઝરોએ તેઓના આ વેકેશનને લઈને શુભેછા પાઠવી હતી અને મજા કરવા કહ્યું હતું જ્યારે અનેક યુઝરોએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘જય માં મોગલ’કહ્યું હતું.
View this post on Instagram