Gujarat

કિર્તીદાન ગઢવી નુ અંગત જીવન છે ખુબ રસપ્રદ ! જુવો બાળકો અને પત્ની ની ખાસ તસવીરો

Spread the love

બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓનાં અંગત જીવન વિશે આપણે સૌ કોઈ જાણવા આતુર રહેતા હોઈએ છીએ.આજે અમે આપને ગુજરાતી સંગીતની દુનિયા સાથે જોડાયેલ લોકપ્રિય ગાયક કલાકાર વિશે. ગુજરાતમાં ગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીનું નામ સૌથી મોખરે આવે. લોક સાહિત્ય અને પોતાના કંઠે મધર લોકગીતો અને ભજનોને લોકો સુધી પહોંચાડીને ખૂબ જ જીવનમાં સફળતા મેળવી છે. ત્યારે આજે અમે કીર્તિદાન ગઢવી સાથે જોડાયેલ એવી વાતો વિશે માહિતીગાર કરીશું જે તમે ભાગ્યે જ જાણતાં હશો.

કીર્તિદાન ગઢવી હાલમાં તેમના પરિવાર સાથે ખૂબ જ વૈભવશાળી જીવન વિતાવી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે જીવનમાં તેમણે ખૂબ જ સઘર્ષ કરેલ અને આ કારણે આજે આટલી સફળતા મેળવી છે. કીર્તિદાન ગઢવીના જીવન પર એક નજર કરીએ તો તેમનો જન્મ આણંદ જિલ્લાના વાળુકડ ગામમાં જ તેઓ મોટા થયા છે.કિર્તીદાન ગઢવીએ વડોદરાની ખ્યાતનામ એમ. એસ.યુનિવર્સિટીમાંથી મ્યુઝિકમાં બીપીએ, એમપીએનો અભ્યાસ કર્યો છે.

સંગીત ક્ષેત્રમાં કાર્યરત થવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી અને આખરે પોતાના સુરીલા કંઠે લોકોનું હૈયું જીતીને ગાયક કલાકાર તરીકે મનમાં ગયા. તેમના જીવનમાં વર્ષ 2015માં જામનગરમાં ગાય બચાવો અભિયાનમાં તેમણે રમઝટ જમાવી હતી. આ ડાયરામાં 4.5 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયું હતું. MTVના કોક સ્ટુડિયોમાં ‘લાડકી’ ગીત ગાયા બાદ તેઓ વધુ ફેમસ થયા હતા.

કીર્તિદાન ગધવીના પરિવારમાં ચાર લોકો છે, તેમની પત્ની તેમનો પુત્ર અને તેમની માતા. હાલમાં જ થોડા વર્ષો પહેલા ત્રીજા નોરતા ના પવિત્ર દિવસે મઘરે પુત્ર નો જન્મ થયેલ અને આ પુત્રનું નામ રાગ રાખેલ.કિર્તીદાન ગઢવી લોક સાહિત્ય રજૂ કરતા ડાયરા, પરંપરાગત ગીતો ગાવા માટે જાણીતા છે. ભાવનગર યુનિવર્સિટીમાં સંગીતના શિક્ષક તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે.

લાડકી ઉપરાંત ગોરી રાધા ને કાળો કાન અને નગર મેં જોગી આયા તેમના હિટ ગીતો છે. રોંગ સાઈડ રાજુ, શું થયું, શુભ આરંભ અને રેવા જેવા ગુજરાતી ગીતોમાં પણ તેઓ અવાજ આપી ચૂક્યા છેકીર્તિદાન ગઢવી એ માત્ર ને માત્ર ગુજરાતમાં જ લોકપ્રિયતા નથી મેળવી પરતું સાથો સાથ વિદેશોમાં પણ લોકોનું હૈયું જીતવામાં સફળ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *