Gujarat

સંઘર્ષ! સફળતાના શિખરોસર કરવા કીર્તીદાન ગઢવીને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તમે નહિ જાણતા હોઈ કે અગાઉ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં ગુજરાતી સંગીત અને સંસ્કૃતિ પોતાની અલગ અને આગવી ઓળખ ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વ માં વસતા લોકો ને ગુજરતી ફિલ્મો અને સંગીત પસંદ આવે છે ગુજરાતી ગરબા, આખ્યાન, ડાયરા, લોક ગીત લોકોની આગવી પસંદ છે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમય માં ગુજરાતી સંગીત ઘણા આગવા સ્થાને છે જોકે ગુજરાતી સંગીત ને લોક પ્રિય બનાવવા પાછળ ગુજરાતી કલાકારો નું ઘણું મોટું યોગદાન છે.

આપણે અહી આવાજ એક પ્રખ્યાત અને લોક પ્રિય ગુજરાતી સિંગર વિશે વાત કરવાની છે કે જેમણે લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને લોકોને પોતાના અવાજ પર ઝૂમવા માટે મજબુર કર્યા છે. આપણે અહી લોક પ્રિય ગાયક કીર્તીદાન ગઢવી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કીર્તીદાન ગઢવી એક આલીશાન જીવન જીવે છે અને તેમની લોક પ્રિયતા આખા વિસ્વા માં છે પરંતુ જીવનમાં આ તબ્બકે પહોચવા માટે કીર્તીદાન ગઢવીએ ઘણી મહેનત અને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે.

જો વાત કીર્તીદાન ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ આનંદના વાલવોર ગામમાં થયો હતો કીર્તીદાન ગઢવી એક સામાન્ય કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. સંગીતમાં રૂચી ને કારણે કીર્તીદાન ગઢવીએ વડોદરાથી સંગીત ક્ષેત્રે સ્નાતક થયા અને આજ ક્ષેત્રે આગળ વધતા રહ્યા. જો કે શરૂઆત માં તે સમયના અનેક કલાકરો તેમને ગાવા માટે સ્ટેજ પર આવવા દેતા નહિ અને તેમણને કોઈ મોટા કાર્યક્રમ પણ મળતા નહિ.

જો કે કીર્તીદાન ગઢવી નો પહેલો કાર્યક્રમ પેટલાદ માં થયો હતો. કીર્તીદાન ગઢવી આજે જે સ્થળે છે ત્યાં સુધી પહોચવા માટે તેમને માયા ભાઈ આહિરે ઘણી મદદ કરી અને આ ક્ષેત્રે આગળ વધવાની તકો પણ પૂરી પાડી. હાલમાં કીર્તીદાન ગઢવી એક સફળ સિંગર છે અને એક કાર્યક્રમ ના લાખો રૂપિયા લે છે પરંતુ એક સમય હતો જયારે તેમને માત્ર ૪૦૦ રુપિયાજ મળતા હતા આમ અનેક મુશ્કેલીનો સામનો કરી આજે કીર્તીદાન ગઢવીએ સફળતા ના શિખર પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *