ભાવનગર ના યુવકે “કોન બનેગા કરોડ પતિમાં” જઈને જીત્યા આટલા રૂપિયા જેને કારણે સમગ્ર રાજ્યનું….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સૌ કોઈ જીવન માં પૈસા મેળવવા કામ કરતા હોઈ છે બધાને જીવનમાં વધુ ને વધુ પૈસા મેળવવાની ઈચ્છા હોઈ છે જેને કારણે ઘણા લોકો સખત પ્રયત્ન પણ કરતા હોઈ છે તેવામાં હાલના સમય માં એવા ઘણા કાર્યક્રમો છે જે લોકોને પૈસા કમાવવા માટે મદદ કરે છે આવા કાર્યકરોમાં લોકો પોતાની કળા અને આવડત વડે ઘણા નાણાં મેળવી શકે છે. આપડે અહીં એક એવાજ કાર્યક્રમ વિશે માહિતી મેળવવાની છે.
આ કાર્યક્રમ નું નામ “કોન બનેગા કરોડ પતિ” છે તાજેતરમાં જ ગુજરાત ના ભાવનગર જિલ્લા ના શિહોર પંથક ના એક વ્યક્તિ આ કાર્યક્રમ માં પહોચીયા હતા અને તેમણે ઘણા નાણાં પણ મેળવ્યા હતા જેમને આ કાર્યક્રમ માં સદીના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન ને પણ મળવાનો મોકો મળ્યો હતો. જેને કારણે સમગ્ર પંથક ને તેમના પર ગર્વની લાગણી છે તો ચાલો સમગ્ર ઘટના વિશે માહિતી મેળવીએ.
જો વાત આ કાર્યક્રમ ના ઓડિશન ની પ્રક્રિયા અંગે કરીએ તો આ વર્ષે સમગ્ર દેશ માંથી લગભગ 1.60 કરોડ લોકોએ આ કાર્યક્રમ નો ભાગ બનવા માટે પોતાના નામ રજીસ્ટર કરાવ્યા હતા. જેમાંથી આગળ ના રાઉન્ડ માટે 30 લાખ લોકોની પસંદગી કરવામાં આવી. આ ત્રીસ લાખ લોકો માંથી આગળ 30 હાજર લોકો પસંદ થયા. આ પસંદ થયેલ લોકો ને માત્ર 10 સેકન્ડ ની અંદર ત્રણ સવાલોના જવાબ આપવાના હોઈ છે. આ પ્રક્રિયા માં સૌથી ઝડપી 3 હાજર લોકોની આગળની પ્રક્રિયા માટે પસંદગી થાય છે.
તેના પછી આ પસંદગી પામેલ લોકો ને 20 પ્રશ્ન ના ઓનલાઇન જવાબ આપવા માટે 1200 લોકો ને ત્યાં બોલાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા માં ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર પંથક ના એક વ્યક્તિ કે જેમનું નામ અમિત ભાઈ જાદવ છે તેઓને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે આ કાર્યક્રમ માં રમવાનો મોકો મળ્યો હતો.
જો વાત અમિતાભ જાદવ અંગે કરીએ તો તેમનું પૂરું નામ અમિતાભ દિપક ભાઈ જાદવ છે તેઓ ગુજરાત ના ભાવનગર જિલ્લાના શિહોર ની સ્વસ્તિક સોસાયટીમાં રહે છે તેમના અભ્યાસ અંગે વાત કરીએ તો તેમણે ઇતિહાસ સાથે સ્નાતક ની ડિગ્રી લીધી છે. તેઓ ની ઉમર 39 વર્ષ છે અને શિહોર માં વેપારી તરીકે વ્યસાય કરે છે. તેમનાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 19 વર્ષથી આ કાર્યક્રમ માં જવા માટે મહેનત કરે છે અને તેમાં પણ છેલ્લા 5 વર્ષથી તો ઘણીજ મહેનત કરે છે પણ કહેવાય છેને સાચી મહેનત રંગ લાવે છે તેમ, તેમની મહેનત પણ રંગ લાવી.
અને તેમને એક મહાન અને લોક પ્રિય કલાકાર અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ પર મળવાનો અને આ રમત રમવાનો મોકો મળ્યો. તેમણે કોણ બનેગા કરોડ પતિ માંથી 25 લાખ રૂપિયા જેવી મોટો રકમ જીતી હતી. તેમનો આ કાર્યક્રમ 20 ઓક્ટોબર ના રોજ સૂટ થયો હતો જેને સોની ચેનલ પર 1 અને 2 નવેમ્બર ના રોજ રાતના 9 થી 10:30 ના સમય માં બતાવવામાં આવશે. તેમની આ સિદ્ધિ બદલ શિહોર કોળી સમાજ દ્વારા ટાવર ચોકથી તેમના નિવાસ સ્થાન સુધી ડીજે સાથે તેમનું સ્વગત કરવામાં આવ્યું હતું.