દિવાળી આવી રહિ છે તો ઘરની સફાઈ માં રહેજો સાવધાન નહીંતર તમારી સાથે પણ આ મહિલા જેવું થશે….જુઓ વિડીયો

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ દિવાળી નજીક છે તેવામાં દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લઇ ને આવે છે જેને કારણે સૌ કોઇમા એક અલગજ ઉત્સાહ અને આનંદ નો માહોલ જોવા મળે છે. દિવાળી આવતાજ લોકો પોતાના ઘરની સાફ સફાઈ માં લાગી જાય છે.

પરંતુ આજે આપણે એક એવા અક્સ્માત વિશે જોઈશું કે જ્યા એક મહિલા આવીજ રીતે ઘરની સાફ સફાઈ કરતી હતી અને અચાનક તે ત્રીજા મળેથી નીચે પડી જતા તેનું મોત નિપજ્યુ હતો તો ચાલો સમગ્ર બનાવ વિશે વિસ્તારમાં માહિતી મેળવીએ.

આ બનાવ સૂરત શહેર માં બન્યો છે અહીંના લીલા બહેન કે જેઓ મૂળ ભાવનગર ગારિયાધારના વતની છે અને અત્યારે સુરત શહેરમાં રહે છે કે જેમની ઉંમર 55 વર્ષ છે તેઓ દિવાળી ને લઇ ઘરની સફાઈ કરી રહ્યા હતા. તેવામાં અચાનક તેઓ ત્રીજા માળેથી નીચે પડી ગયા.

આ ઘટના સમયે પહેલા માળ પર એક મહિલા ઉભા હતા અને એક યુવક નીચે રસ્તા પર ઉભો હતો. લલિતાબેનને અચાનક ઉપરથી નીચે પડતાં જોઈ ને આ યુવક ઘણો જ ચોંકી ઊઠ્યો જ્યારે પહેલા માળ પર ઉભેલી મહિલાએ આ બનાવ જોતાં બુમાબુમ કરવા લાગ્યા તેમનો અવાજ સામભળી ને આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા.

જોકે અક્સ્માત બાદ તેમને લોકોએ તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ આ અક્સ્માત માં તેમને માથા પર ઘણી જ ગંભીર ઇજા પહોંચી હતી. જેને કારણે તેમનું મૃત્યુ થયું હતું. લલિતા બહેન ના મોત ને કારણે પરિવાર સહિત આખી સોસાયટીમાં શોકનો માહોલ જોવા મળ્યો. આ અકસ્માત ની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *