ક્ષત્રિય ધર્મ ને છાજે તેવું કામ ! કેનાલ માં ડૂબી રહેલા મુસ્લિમ યુવાનને બચાવવા ક્ષત્રિય યુવાન કેનાલ માં કૂદી પડ્યો, પરંતુ…
કરછ ના ભચાઉ તાલુકામાંથી હિન્દૂ મુસ્લિમ એકતા નું ખુબ જ સારું ઉદાહરણ એક ક્ષત્રિય યુવાને પૂરું પાડ્યું છે. જેમાં ભચાઉ ની પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માં એક મુસ્લિમ યુવાન જયારે ડૂબી રહ્યો હતો ત્યારે એક ક્ષત્રિય યુવાને તે મુસ્લિમ યુવાન ને બચાવવા પોતે પણ કેનાલ માં કૂદી પડ્યો પરંતુ તે પણ કેનાલ માં પાણી માં ગરકાવ થઇ જતા. બન્ને યુવાનો મોત ને ભેટ્યા હતા. આ બાબતે મુસ્લિમ અગ્રણી લોકો એ ક્ષત્રિય યુવાન ને પોતાના પ્રાણ નું આહુતિ આપી દેતા તેની ખાસ નોંધ લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉ ના એસ.આર.પી. કેમ્પ નજીક થી એક નર્મદા કેનાલ માં એક મુસ્લિમ યુવક અક્રમ યુસુફભાઇ અબડા તેની માતા ની સાથે કેનાલ પર ગયો હતો. આ સમયે અકસ્માતે અક્રમ કેનાલ માં ડૂબવા લાગ્યો હતો. આ યુવાન ને ડૂબતા જોઈ ને ત્યાંથી પસાર થઇ રહેલો ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા તે યુવાન ને બચાવવા કેનાલ માં કૂદી પડ્યા. પરંતુ અકસ્માતે તે પણ ઊંડા પાણી માં ગરકાવ થવા લાગ્યા હતા.
ઘટના બાદ અક્રમ નો મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યો હતો. પરંતુ, જીતેન્દ્રસિંહ નો મૃતદેહ શોધવા ભારે જહેમત થઇ હતી. અને 20 કલાક બાદ જીતેન્દ્રસિંહ નો મૃતદેહ બનાવ ના સ્થળ થી 10 કિલોમીટર દૂર એન.આર.એ કોક કંપની પાછળ નર્મદા કેનાલ માંથી મળી આવ્યો હતો. બને ના મૃતદેહ ભચાઉ ની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગતે જાણવા મળ્યું કે, જીતેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ માં ટ્રાન્સપોર્ટ માં ફાયનાન્સ ની નોકરી કરતા હતા. તે રવિવારે રજા હોય ઘરે આવ્યા હતા. અને ઘરનો સામાન લેવા ભચાઉ ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.
આ બાબતે મુસ્લિમ અગ્રણીઓ એ ક્ષત્રિય યુવાને એક મુસ્લિમ યુવાન ને બચાવવા પોતાના પ્રાણો ની આહુતિ આપી તે માટે ક્ષત્રિય યુવાન ને માટે કહ્યું કે, ખરેખર આ એક ક્ષત્રિય ધર્મ ને છાજે તેવું કામ કર્યું છે. અને કહ્યું કે, ભૂતકાળ ને યાદ આપાવે તેવી ઘટના છે. મુસ્લિમ સમાજ આ શહીદી ને ક્યારેય નહિ ભૂલે તેમ કહ્યું હતું. સાથોસાથ જીતેન્દ્રસિંહ ના ઘરે પહોંચીને દિલ્હી ના માજી સાંસદ મૌલાના ઉબૈદુલાખન આઝમી, હાઝી જુમાભાઈ રાયમા તથા વાઘુભા જાડેજા અને શૈલેન્દ્રસિંહ જાડેજા એ જીતેન્દ્રસિંહ ને શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!