એક કુલીનાં દીકરાએ એવી કોઠાસૂઝથી ઇડલી ઢોસાનું ખીરું વેચ્યું કે, 100 કરોડો રૂપિયાની કંપની ઉભી થઈ ગઈ..
વ્યક્તિમાં આવડત અને કોઠા સૂઝ હોય તો કોઈપણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે. મહેનત દ્વારા જીવનમાં વ્યક્તિ કંઈ પણ મેળવી શકે છે. આજે આપણે વાત કરીશું એક એવા યુવાન વિશે જેને ઇડલી ઢોસાનું ખીરૂ વેચીને કોરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. આ પણ કહેવાય ને કોઈપણ ધંધો નાનો કે મોટો નથી હોતો પરતું ધંધો હોય છે. જ્યારે તમે ધંધો કરવાનું શરૂ કરો છો ત્યારે તમારે તમારી શરમ નેવે મુકવી પડવે છે, ત્યારે જીવનમાં સફળતા અને સંપત્તિ હાંસિલ કરી શકો છો.
હવે વિચાર કરો કે 42 વર્ષની ઉંમરમાં 100 કરોડ રૂપિયાની કંપની ઉભી કરે તો? હા આ વાત સત્ય છે. એક કુલીનાં દીકરાએ ઈડલી ઢોસા વેચીને ઉભી કરી 100 કરોડની કંપની. એક સમયે પરિસ્થિતિ એવી હતી કે તમને પણ વિચાર આવશે કે, શું ખરેખર માણસ આવા ખરાબ સમયને પણ બદલી શકે છે.
આ પ્રેરણાદાયી કિસ્સો કેરલના વાયનાડ જિલ્લાના પી.સી.મુસ્તફાની કહાની પણ કંઈક આવી જ છે. માત્ર 25 હજાર રૂપિયાથી શરૂ કરનાર મુસ્તફાની સફળતા દેશના એ તમામ કરોડો યુવાઓ માટે પ્રેરણા છે. ગરીબ પરીવારમાંથી આવતા મુસ્તફાએ બાળપણમાં ઘણુ દુખ સહન કર્યું હતું. મુસ્તફા છઠ્ઠા ધોરણમાં નાપાસ થઈ હતો પણ હિંમત ભેર મનથી ભણ્યો અને કાલીકટના રીઝનલ ઈન્જીનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને બાદમાં બેંગલુરૂની IIMમાં MBA કર્યું.
મુસ્તફાએ બિઝનેસમેન બનવાનું નક્કી કર્યું જેથી ગામડાઓમા રોજગારી ઉપલબ્ધ કરાવી શકે. એન્જીનિયરિંગ કર્યા બાદ તેને આયરલેન્ડની મોટોરોલા કંપનીમાં કામ કર્યું. આ સાથે જ તેને દુબઈમાં પણ કામ કર્યું.2003માં તે ભારત પરત ફર્યો. તે સમયે તેની પાસે 15 લાખ રૂપિયા હતા. જે બાદ તેને IIMમાંથી MBAએ કર્યું. પછી તેને 25 હજાર રૂપિયાથી ઈડલી અને ઢોસાનો બિઝનેસ શરૂ કર્યો. તેની કંપનીનું નામ આઈડી પણ ઈડલી અને ઢોસા પરથી રાખ્યું.
આજે મુસ્તફાની કંપની આઈડી ફ્રેશની ઈડલી અને ઢોસા બેંગલુરૂ, ચેન્નઈ, પુણે, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, મેંગલુરૂ અને દુબઈના ઘરોમાં પહોંચી રહ્યાં છે અને આજે તેમની કંપનીનો રેવેન્યૂ 100 કરોડ રૂપિયા છે. તે પોતાની કંપનીમાં માત્ર ગામડાઓના યુવાનોને જ રોજગાર આપે છે. કામકરનાર લોકો 40 હજાર રૂપિયા સુધી કમાણી કરી લે છે. ખરેખર આ યુવાનની સફળતા અનેક લોકો માટે રોજગારીનું ઉત્તમ પગલું બન્યુ.