Viral video

અમદાવાદીઓ નિતા અંબાણીને જોઇને એવું બોલ્યા કે, નિતા અંબાણીને હાથ ઊંચો કરવો પડ્યો, વિડીયો જોઇને હસીને લોટપોટ થઈ જશો…

Spread the love

ગુજરાતીઓ ક્યાંય પણ ઓળખાઈ જ જાય! હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાનનો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે મુંબઈ ઇન્ડિયન્સ ની ટિમના ઓનર નીતા અંબાણી છે. જ્યારે પણ આઈ. પી. એલ. યોજાઈ છે, ત્યારે નીતા અંબાણીની હાજરી અચૂકપણે જોવા મળે છે. હાલમાં જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે ભવ્ય મેચનું આયોજન થયેલું ત્યારૅ નીતા અંબાણીની એક ખાસ મુમેન્ટ્સ કેમેરામાં કેદ થયેલ.

આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, નીતા અંબાણી જયારે પસાર થાય છે, ત્યારે સૌ લોકો નીતા કાકી … નીતા કાકી…. એમ બૂમો પાડે છે. આ સાંભળીને નીતા અંબાણી સૌને હાથ ઊંચો કરીને સ્મિત આપે છે. ખરેખર આ વિડીયો જોઈને એટલું તો ચોક્કસ સમજાય છે કે અમદાવાદીઓ હોય કે પછી કાઠીયાવાડીઓ પણ પોતાની ઓળખ એક પળમાં કરી અપાવે છે.

અંબાણી પરિવાર ગુજરાતી છે અને તેઓને પણ ગુજરાતી હોવાનું ગર્વ પણ છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. હાલમાં જ પ્રિ વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવારના અનેક એવા વિડીયો સામે આવ્યા છે, આ વિડીયોમાં તેઓ ગુજરાતી બોલે છે. તેઓ દેશના સૌથી અમીર પરિવાર હોવા છતાં પણ પોતાની માતૃભાષા પ્રત્યે ખુબ જ પ્રેમ છે તેમજ ગુજરાતીઓ લોકો પ્રત્યે લગાવ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણી વાઈબ્રેન્ટ ગુજરાત માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થયો હતો.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, મુકેશ અંબાણી જતા હોઈ છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનકજ જોર થી બોલે છે ‘મુકેશ કાકા’ અને તે સાંભળી મુકેશ અંબાણી પણ ખુબજ ખુશ થઇ જાય છે અને તેમના ચહેરા પણ ખુશી છલકાઈ આવે છે. અને તે હાથ ઉંચો કરીને તેમની ખુશી વ્યક્ત કરે છે. આ વિડીયો પરથી કહી શકાય છે ગુજરાતી એ ગુજરાતી હો બાકી.

આ વિડીયો સૌ કોઈ ગુજરાતીઓને પસંદ આવી રહ્યો છે કારણ કે નીતા અંબાણીએ ગુજરાતી ઓડિયન્સને પ્રતિભાવ આપીને એ સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ ખુબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવે છે અને દરેક વ્યક્તિ સાથે પ્રેમ ભાવ અને લાગણીઓથી જોડાયેલ છે, ખરેખર આ વિડીયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Nevil Patel (@nev1402)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *