Gujarat

જૂનાગઢના આહિર યુવક સાથે પોલેન્ડની યુવતી લગ્નના બંધને બંધાઈ, આહિરના પરંપરાગત પહેરવેશ પહેરી ફર્યા ફેરા..જુઓ આ ખાસ તસવીરો આવી સામે

Spread the love

પ્રેમને કોઈ બંધન નથી રોકી શકતું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે વ્યક્તિ પ્રેમના બંધને બંધાઈ છે, ત્યારે જ્ઞાતિ, જાતિ કે ધર્મ પણ નથી જોતો. હાલમાં જ જૂનાગઢ જિલ્લામાં રહેતા અજય અખેડ નામનો યુવક પોલેન્ડની યુવતી એલેકઝાન્ડ્રા સાથે ૬ માર્ચના રોજ લગ્ન બંધને બંધાયા. પોલેન્ડની યુવતી એ આહિરના યુવક સાથે લગ્ન કરીને તેનાં જ રિતી રિવાજમાં પણ રંગાઈ ગઈ તેમજ પોલેન્ડની યુવતીએ આહીરાણીઓનો પરંપરાગત પહેરવેશ પહેર્યો ત્યારે તે અસલ આહીરાણી જ લાગે.

કહેવાય છે કે, દરેક માનવીઓ એક જ ઘડવૈયાના ઘડેલા છે, માત્ર જ્ઞાતિ, જાતિ, ધર્મ અને ભાષા જ માણસને અલગ પાડે છે. પોલેન્ડની યુવતીએ યુવક સાથે લગ્ન બંધનમાં બંધાઈને હિન્દુ રીતી રિવાજ ને પણ અપનાવી લીધા. આ યુગલની પ્રેમ કહાની પણ ખૂબ જ રસપ્રદ છે.

જૂનાગઢના ખડિયા ગામના રહેવાસી પરબતભાઇ કાનાભાઇ અખેડ અને આંહીંબેનના દીકરા અજય અખેડનું એવું સપનું હતું કે તે પોલેન્ડ માં રહે અને તેણે પોતાનું આ સપનું પૂર્ણ પણ કર્યું. પોલેન્ડમાં તેને ગોડસે બેન્કની અંદર નોકરી પણ મળી ગઈ જેથી અજય ત્યાં પોલેન્ડમાં જ વસવાટ કરવા લાગ્યો હતો આ દરમિયાન બોઇંગ કંપનીમાં નોકરી કરતી એલેકઝાન્ડ્રા પહુંસ્કા સાથે મુલાકાત થઇ હતી

મુલાકાત મુલાકત દરમિયાન જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને હાલ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેને લઈને માતા-પિતાએ પણ સંમતી આપી દીધી હતી. પરબતભાઇ અને આહીબેનની એવી ઇચ્છા હતી કે તેમના એકના એક દીકરાના લગ્ન ખડિયામાં જ થાય આથી અજય તથા એલેકઝાન્ડ્રાએ જૂનાગઢના આ ગામમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

એવામાં એલેકઝાન્ડ્રા પિતા સ્ટેની સ્લાવ, માતા બોઝેનાં તથા બહેન મોનિકા અને આનના જૂનાગઢના ખડિયા પોહચ્યાં હતા અને ખડીયા ગામે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા અને આ યુગલ ધર્મ ભલે અલગ હતા હતા પરંતુ બન્નેનો પ્રેમ એક જ હતો અને એ પણ અતૂટ જેથી આ બન્ને યુગલો લગ્નના બંધને બંધાઈને જીવનભરના સાથી બની ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *