કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી ”શ્રદ્ધા આર્યા” નો ધમાકેદાર વિડીયો સામે આવ્યો, શું શ્રદ્ધા આર્યા જ દયાબહેન?…જુઓ વિડીયો.
પ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કલાકાર ધડાધડ એક પછી એક શો છોડી ને ચાલ્યા જાય છે. હાલ માં જ તારક મહેતા શો છોડી ને ચાલ્યા ગયા. અને તેની પહેલા ઘણા બધા કલાકારો શો માંથી એક્ઝીટ લઇ ચુક્યા છે. દયાબહેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી પણ હવે શો માં પાછા ફરવાના નથી તે ફાયનલ થઇ ગયું છે. એવામાં સિરિયલ માં નવા દયાબેન આવી રહ્યા છે તેવું સાંભળવા મળ્યું છે. આ સિરિયલ માં દયાબેન નું પાત્ર લોકો માં ખુબ જ પ્રિય પાત્ર થઇ ચૂક્યું છે.
અને થોડા સમય પહેલા જ એક પ્રોમો માં દયાબહેન ની ઝલક જોવા મળી હતી. શો વાળા નવા દયાબહેન ની એન્ટ્રિ કરવા જય રહ્યા છે. આ પ્રોમો ને જોઈ ને દયાબેન ના ફેન્સ પણ ખુબ જ એક્સાઇટમેન્ટ છે કે, ક્યારે દયાબેન શો માં એન્ટ્રી કરે. થોડા સમય પહેલા જ શો ના નિર્માતા અસિત મોદી એ કહ્યું કે દિશા વાકાણી ના સ્થાને નવા કલાકાર દયાબેન બની ને એન્ટ્રી લેશે. અને અસિત કુમાર મોદી દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે, આ બાબતે ઓડિશન પણ શરુ છે.
આ બધી વાતો ની વચ્ચે કુંડલી ભાગ્ય ફેમ ની અભિનેત્રી શ્રદ્ધા આર્ય નો એક વિડીયો સામી આવ્યો છે. જે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ કે અંદાજો લગાવી શકાય છે કે શ્રદ્ધા આર્ય ને તારક મહેતા શો માં કદાચ દયાબેન નું પાત્ર આપવામાં આવશે. અને કદાચ તે દિશા વાકાણી ને સ્થાને દયાબહેન નું પાત્ર ભજવતી જોવા મળી શકે છે. પરંતુ, આ બાબતે શ્રદ્ધા આર્ય તરફ થી કે તેના મેકર્સ તરફથી આ વાત સ્પષ્ટ કરવામાં આવી નથી. હવે જોવાનું રહ્યું છે શું તે શો માં એન્ટ્રી મારે છે કે નહિ? જુઓ વિડીયો.
View this post on Instagram
ટીવી સિરિયલ માં જેઠાલાલ અને દયાબહેન નું પાત્ર લોકો ને ખુબ જ પ્રિય છે. લોકો ને આ બન્ને ની કોમેડી ખુબ જ ગમતી હોય છે. પરંતુ, દિશા વાકાણી ના જવાથી ફેન્સ ને પણ સીરીયલ ફિક્કી લાગી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ લોકો નું મનોરંજન ઉપરાંત સામાન્ય લોકો ની સમસ્યાઓ પણ શો ના મારફતે બહાર લાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!