રાતોરાત ગુજરાત મા ફેમસ થયેલ દિવ્યાંગ કમા નું નસીબ તો જુઓ CM સાથે મુલાકાત કરી માઈક મા બોલતા જ લોકો ઝૂમી ઉઠ્યા જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં લોક ડાયરાઓનું ખૂબ જ મહત્વ છે. આપણા ગુજરાતના લોક કલાકારો એટલે કે ડાયરા ના કલાકારો જ્યારે ડાયરાના પ્રોગ્રામ કરે છે. ત્યારે લાખોની સંખ્યામાં મેદના ઉમટી પડતી હોય છે. અને લાખોની સંખ્યામાં લોકો ડાયરા કલાકારોને માણતા હોય છે. અને લાખો રૂપિયા ડાયરાના કલાકારો પર ઉડાવતા હોય છે. આપણા ગુજરાતમાં ઘણા બધા ડાયરાના કલાકારો છે જેમાંના એક છે કિર્તીદાનભાઈ ગઢવી. આજે કિર્તીદાન ભાઈ ગઢવી ની સાથે સાથે એક દિવ્યાંગ વ્યક્તિનું નામ પણ જોડાઈ ગયેલું છે. તેની દિવ્યાંગ વ્યક્તિને તમે લોકો જાણતા જ હશો. તેનું નામ છે કમાભાઈ.
એક દિવસ કિર્તીદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આ કમા નામનો વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ નિહાળતો હતો. અને અચાનક કિર્તીદાન ભાઈએ એવું ગીત લલકારયુ કે કમો ઉભો થઈને કીર્તીદાનભાઈ ગઢવી ની સામે આવીને ડાન્સ કરવા લાગ્યો હતો. કિર્તીદાનભાઈ ની સામે તે ગીત ઉપર ગીતને માન આપીને ડાન્સ કરતો હતો. ત્યારથી આ કમાન નામનો વ્યક્તિ ગુજરાતના હર ઘરમાં જાણીતો થઈ ગયો છે.
એવો એક ભાવનગરમાં હાલમાં કાર્યક્રમ હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી એ કમાને બે મિનિટ ભાષણ આપવા કહ્યું હતું ત્યારે કમો મૂંઝાયા વગર માઇક હાથમાં લઈને ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે ‘ભારત માતાકી જય’ અને નરેન્દ્ર મોદીના અંદાજમાં ભાઈઓ બહેનો બોલતો જોવા મળ્યો હતો. આ એટલું બોલતાની સાથે જતા જનમેદના એ દેકારા પડકારા બોલાવી દીધા હતા. એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.. જુઓ વિડીયો.
પહેલીવાર જ્યારે કિર્તીદાનભાઈ ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000 ની નોટ પણ આપી હતી. ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછ્યું હતું. ત્યારે લોકોએ કહ્યું હતું કમો ત્યારથી આ કમાભાઈ જાણીતા બની ગયા છે. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે. જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈ નું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર ચાર બોડીગાર્ડ રાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!