કારીગરી નો બેનમૂન નમૂનો! 3-લાખ અમેરિકન ડાયમંડ વાળી ગણેશ ભગવાન ની મૂર્તિ ગુજરાત ના આ કલાકારે તૈયાર કરી…
આપણા ભારતમાં એક પછી એક તહેવાર આવતા જ રહે છે. હાલ શ્રાવણ મહિનો પૂરો થવાને આરે છે. એવામાં હવે ગણેશ ઉત્સવની લોકો એ ધૂમધામ પૂર્વક તૈયારી શરૂ કરી દીધેલ જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાને કારણે બધા જ તહેવારોમાં લોકોનો ઉત્સાહ થોડો ઓછો થઈ ગયો હતો. પરંતુ આ વર્ષે બધા જ લોકો બધા જ તહેવારો ધૂમધામથી ઉજવતા જોવા મળ્યા છે. એવામાં ગણેશ ઉત્સવ આવી રહ્યો હોય તેમાં પણ લોકોને ઉત્સાહ આસમાને હોય તેમ દેખાઈ રહ્યો છે.
આખા ભારતમાં અને ગુજરાતમાં ગણેશ ભગવાનની અવનવી મૂર્તિઓ અવનવા ડેકોરેશન સાથે બનાવવામાં આવતી હોય છે. આ વખતે તો મૂર્તિ બનાવનાર કારીગરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે લોકો અવનવી મૂર્તિ તૈયાર કરીને લોકોનું આકર્ષણ વધારી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યના સુરત સીટી એટલે ડાયમંડનું સીટી.
ત્યાં એક મૂર્તિ ડેકોરેશનનું કામ કરનાર પરિમલ ગજ્જરે એક ખાસ મૂર્તિ તૈયાર કરી છે. જેમાં ત્રણ લાખ અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરીને ગણેશ ભગવાન ની અનેરી મૂર્તિ બનાવી છે. મૂર્તિકાર પરિમલ ગજ્જર કહે છે કે હાલ તેને ત્રણ અમેરિકન ડાયમંડથી ગણેશ ભગવાનની બે અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિ તૈયાર કરતા તેને બે મહિના કરતાં પણ વધુ સમય લાગેલો છે. અને હજુ અનેક ઓર્ડરો તેને મળી પણ રહ્યા છે.
લોકોમાં આ મૂર્તિની ડિમાન્ડ પણ ખાસ જોવા મળે છે. આ સાથે તેને ત્રણ લાખ અમેરિકન ડાયમંડ લગાવેલી ગણેશ ભગવાનની મૂર્તિ નો ફોટો પણ શેર કરેલો છે. આમ હવે ગણેશ ઉત્સવમાં આપણને અવનવી મૂર્તિઓના દર્શન થઈ શકે છે. ભક્તો એ હાલ ધૂમધામપૂર્વક આ બાબતે તૈયારી શરૂ કરી દીધેલી છે. ભગવાન ના સ્વાગત માં ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!