India

મોરક્કો થી આવેલી મુસ્લીમ મહિલાએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા પરંતુ પોતાનો ધર્મ ન છોડતા યુવકે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરતે દરેક વ્યક્તિને મનુષ્ય બનાવી આ પૃથ્વી પર મોકલ્યા છે પરંતુ માનવી એ પોતાની મહત્વકાંક્ષા લાલચ અને પોતાની ટૂંકી વિચારસરણીને કારણે એક સરખા મનુષ્ય ને વિવિધ જાતિ અને ધર્મના વિભાજીત કરી નાખ્યા છે જો કે હાલના સમયમાં ઘણા એવા પણ બનાવો બને છે કે જેના પરથી એ વસ્તુ સાબિત થઈ જાય છે કે હાલમાં કોઈપણ ધર્મ કે જાતિ ઉપર મનુષ્યભાવ રહેલો છે અને તે જ સર્વપરી છે આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જેને ધર્મ ને પાછળ મૂકીને માણસાઈ ને આગળ રાખી છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણું મહત્વ ધરાવે છે જો સાચા વ્યક્તિ સાથે પ્રેમ થાય તો તું જીવન સુધારી નાખે છે જ્યારે ઘણી વખત આ બાબત સાચી પણ બનતી નથી મિત્રો પ્રેમ કરવો અને પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવું આ સફર ઘણો મુશ્કેલ હોય છે પરંતુ જો પ્રેમ સાચો હોય તો વ્યક્તિ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાના પ્રેમી કે પ્રેમિકા નો સાથ મેળવી શકે છે આપણે અહીં એક આવાજ પ્રેમી પંખીડા વિશે વાત કરવાની છે કે જેમણે ઘણી મોટી મુશ્કેલીઓ ને સામનો કરીને પણ પોતાનો પ્રેમ મેળવી લીધો ચાલો આપણે આ બાબત વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

આ પ્રેમ પ્રસંગ ભારત અને મોરક્કો નો છે. કે જ્યાં એક મુસ્લિમ યુવતિ ને હિન્દુ યુવક સાથે પ્રેમ થયો છે જો વાત આ યુવતિ વિશે કરીએ તો યુવતી નું નામ ફાદમા લૌમોલિ છે અને તેની ઉંમર 24 વર્ષ છે. જણાવી દઈએ કે મોરોક્કો ઉત્તર આફ્રિકામાં એક રાજાશાહી દેશ છે. જયારે વાત આ યુવક અંગે કરીએ તો યુવક નું નામ અવિનાશ દોહરે છે. કે જેની ઉંમર 26 વર્ષ છે. કે જે ગ્વાલિયર માં રહે છે.

જો વાત ફાદમા લૌમોલિ વિશે કરીએ તો તે એક કોલેજ માં આભ્યાસ કરે છે અને આશરે 3 વર્ષ પહેલા તેની મુલાકાત અવિનાશ દોહરે સાથે થઈ. જે બાદ બંને ની મિત્રતા વધવા લાગી અને પ્રેમ સંબંધો બંધાણા. અને બંનેએ લગ્ન કરવાનું વિચાર્યુ. બંને લોકોએ પોતાના પ્રેમ ની વાત પોતાના પરિવાર ને કરી જો કે યુવતિ ના પરિવાર તરફથી આ લગ્નને માન્યતા મળી નહીં. આ સમયગાળામા અવિનાશ બે વખત લગ્નનો પ્રસ્તાવ લઈને મોરક્કો ગયો હતો, પરંતુ ફાદમા ના પિતા અલી લમાલીએ આ લગ્ન માટે ઈન્કાર કર્યો હતો.

જો કે બંને નો પ્રેમ સાચો હતો માટે ફાદમા અને અવિનાશ બંને એ એક બીજા સાથે લગ્ન કરવા નું નક્કી કર્યું જે બાદ ફાદમા ના પિતા અલી લમાલીએ અવિનાશ ને ભારત અને હિંદુ ધર્મ છોડીને મોરક્કોમાં સ્થાયી થવાની ઓફર કરી. જો કે આ વાત અવિનાશે માની નહીં જે બાદ લગ્નને લઈને અવિનાશે ફાદમા ના પિતા અલી લમાલીને ખાતરી આપી કે લગ્ન બાદ અવિનાશ તો ધર્મ નહીં બદલે અને ફાદમાને પણ ધર્મ નહીં બદલવા દે. એટલે કે અવિનાશ લગ્ન બાદ હિન્દુ ધર્મ માનસે જયારે ફાદમા મુસ્લિમ.

આ બાબત અંગે ખાતરી મળ્યા બાદ ફાદમા ના પિતા અલી લમાલી અને તેમના પરિવારે ફાદમા અને અવિનાશ ના લગ્નને માન્યતા આપી. જે બાદ હાલમાં આ પ્રેમી પંખીડાએ ગ્વાલિયરની SDM કોર્ટમાં લગ્નના પ્રમાણપત્ર માટે અરજી કરી. જે બાદ રિસેપ્શન પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *