GujaratIndiaNational

ગ્રીષ્મા હત્યા ને લઈને સમાજ ને ચેતવતા મહેશ સવાણીએ કહી મોટી વાત કે હવે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઘટી રહેલા હત્યા ના બનાવોએ લોકોમાં અરેરાટી ઉભી કરી છે. હાલમાં અમુક લોકોમાં જાણે પોલીસ નો ડર ના હોઈ તેમ જાહેરમાં હથિયારો લઈને નીકળે છે અને લોકોના જીવ પણ લઇ લે છે હજુ થોડા દિવસ પહેલા જ આવો દુઃખદ બનાવ અમદાવાદ ના ધંધુકા થી સામે આવ્યો હતો કે જ્યાં જેહાદ ના ઇરાદે અને મૌલાના ના ભડકાઉ ભાષણો સંભાળી ને બે વિધર્મિ લોકો દ્વારા કિશન ભરવાડ નામના યુવકની દગાથી હત્યા કરવામા આવી હતી.

હજી આખા રાજમાં કિશન ભરવાડ ની હત્યા નો શોક હતો તેવામાં ફરી એક વખત સુરતમાં બનેલી ઘટનાએ લોકોના હોશ ઉડાવી દીધા આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ સૂરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલે ગ્રીષ્મા નામની યુવતિનુ જાહેરમાં પરિવાર સામે ગળું કાપી હત્યા કરી હતી. હાલમાં આ ઘટના ને લઈને આખા રાજ્યમાં લોકોમાં રોષ અને દુઃખ ની લાગણી છે સૌ કોઈ ગ્રીષ્માં વૈકરીયા ને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

ગ્રીષ્મા ની હત્યા ને લઈને સમાજ માં ગુસ્સા ની લાગણી છે રાજયના અનેક કલાકારો એ પણ આ બાબત પર પોતાની પ્રતિ ક્રિયા આપી છે તેવામાં હવે હજારો દીકરીઓ ના પાલક પિતા સમાજ સેવક અને નેતા મહેશ સવાણીએ પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ દ્વારા પોતાનો મત રજૂ કર્યો છે. અને સમાજ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું છે કે શહેરમાં જે સ્પા અને સ્મોકિંગ ઝોન જેવા ગોરખધંધા ચાલી રહ્યા છે તેવામાં હવે નવું કપલ બોક્સ સામે આવ્યું છે. જેને લઈને મહેશ સવાણીએ જણાવ્યું કે જો તેઓ કપલ જ હોઈ તો પછી શું તેમની પાસે બેડરૂમ નથી ? અને જો કપલ ન હોઈ તો પછી આવી ખોટી સગવડ આપીને શા માટે સમાજને બગાડવામાં આવે છે. જણાવી દઈએ કે કપલ બોક્સ એટલે અમુક જગ્યાઓ પર કપલ ને એક બોક્સ જેવા રૂમની સગવડ આપવામાં આવે કે જ્યાં તેઓ કઈ પણ કરી શકે.

આ ઉપરાંત મહેશ સવાણીએ અમુક છોકરીઓ ની માનસિકતા જણાવી કે અમુક છોકરીઓ સીધા, સાદા અને વિચારીને ખર્ચ કરનાર ઓછું બોલનારા છોકરાઓને બાઈલ માને છે. જ્યારે વ્યસની, ઘણો ખર્ચ કરનાર, ખોટો અને મોટો દેખાડો કરનાર છિછોરાં અને ટપોરી પ્રકારના યુવકો તેમના માટે આદર્શ છોકરાઓ છે.

આ ઉપરાંત સોશ્યલ મીડિયા ને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરતા મહેશ સવાણીએ જણાવ્યું કે સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અસલિલતા અને આવા માધ્યમની અલગ અલગ ઘટનાઓ જોઈને માતા પિતા અને વડીલો મુંજાઈ છે અને બાળકોની સાચી બાબત કહી શકતા નથી માટે જ બાળકોમાં વિકૃતિ આવી જાય છે. અને તેઓ હિંસાક બને છે.

આ ઉપરાંત સમાજ માં સુધારો લાવવા માંગતા લોકો અંગે કહ્યું કે અમુક લોકો સુધારણા લાવવા માંગે છે અને સાચું કહેવાની હિંમત કરે છે પરંતુ અમુક લોકો આવા સુધારાકને કોઈ મહત્વ આપતા નથી. અને તેમને જૂની પેઢીના ગવાર અભણ સમજવામાં આવે છે. સમાજ કયા રસ્તે જય રહ્યો છે ? તેને લઈને પણ મહેશ સવાણીએ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હવે એ સમય દૂર નથી કે જાય આવા બાનાવો આપણી આસપાસ પણ બનશે અને વડીલો તથા માતા પિતા મહાભારત ના ભીષ્મ પિતાની જેમ ફક્ત આખો ખુલ્લી રાખીને જોતા જ રહી જશે. જોકે તેમણે જણાવ્યું કે આ વાત દરેક વ્યક્તિને સમજાશે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હશે માટે અત્યારથી જ ચેતી જાવ.

જણાવી દઈએ કે શહેર માં ચાલતા સ્પા અને કપલ બોક્સ ને લઈને પોલીસ તંત્ર એક્શન માં છે અને ગોરખધંધા કરતા લોકો ને આ તમામ વસ્તુ બંધ કરવા અને પારદર્શક બેઠક વ્યવસ્થા ઉભી કરવા આદેશ આપાયા છે. ઉપરાંત કોલેજ સ્કૂલ કે કામના સ્થળોએ કામ વગર ખોટા આંટા મારનાર અને બેઠકો કરનાર યુવકો ને ચેત્વ્યા છે. જેના કારણે મહિલાઓ ની છેડતી અને રેપ જેવા ગંભીર ગુનાહ ન બને. તથા મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *